Not Set/ એસીબીએ કરી ડિવાયએસપીની લાંચ માંગવાના કેસમાં ધરપકડ

અમદાવાદ, માંડલના 1.50 લાખના લાંચ કેસમાં માંડલના તત્કાલિન ડીવાયએસપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કેસમાં ડીવાયએસપીએ આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી, જેને પગલે ડીવાયએસપી એસીબી સમક્ષ હાજર થઈ ગયા હતા, જેમની એસીબીએ ધરપકડ કરી લીધી છે. મહિના પહેલા માંડલ પોલીસ સ્ટેશનની હદમાં 8 સપ્ટેમ્બરે દારૂની રેડમાં આરોપીને […]

Top Stories Ahmedabad Gujarat Videos
mantavyanews 12 એસીબીએ કરી ડિવાયએસપીની લાંચ માંગવાના કેસમાં ધરપકડ

અમદાવાદ,

માંડલના 1.50 લાખના લાંચ કેસમાં માંડલના તત્કાલિન ડીવાયએસપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કેસમાં ડીવાયએસપીએ આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી, જેને પગલે ડીવાયએસપી એસીબી સમક્ષ હાજર થઈ ગયા હતા, જેમની એસીબીએ ધરપકડ કરી લીધી છે.

મહિના પહેલા માંડલ પોલીસ સ્ટેશનની હદમાં 8 સપ્ટેમ્બરે દારૂની રેડમાં આરોપીને નહી પકડવા અને વાહન કબ્જે ન કરવા માટે 3 પોલીસ કર્મચારીઓએ રૂ. 2.75 લાખની લાંચ માગી હતી, જેમાં 75,000ની બાકી રકમ ચુકવવા જતા એસીબીએ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આ કેસમાં એક પોલીસ કર્મી ભુપેન્દ્રસિંહ મોહબ્બતસિંહ ઝાલા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો, કોર્ટે નોંધ્યું છે કે આરોપી પોલીસ વિભાગમાં ઉચ્ચ પદ પર છે. તેના જામીન મંજૂર કરવામાં આવે તો સાક્ષીઓ અને પુરાવાઓ તેનાથી પ્રભાવિત થવાની શક્યતા છે. તપાસ દરમિયાન ડી.વાય.એસ.પી.ની સંડોવણી બહાર આવી હતી.

દારૃનો ખોટો કેસ ઉભો કરવા માટે બોગસ દસ્તાવેજો બનાવાવનો ગુનો પણ આરોપી પોલીસકર્મી વિરૃધ્ધ નોંધવામાં આવ્યો છે. સરકારે રજૂઆત કરી હતી કે આરોપીએ લાંચ તરીકે લીધેલા દોઢ લાખ રૃપિયા રિકવર કરવાના બાકી છે ઉપરાંત તે પોલીસકર્મી હોવાથી કાયદાકીય પ્રક્રિયાથી માહિતગાર છે. તેથી તેને જામીન આપી શકાય નહી.તેવી કોર્ટમાં એસીબી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી