Bharuch Flood/ 17 તારીખ, 17 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું, 17 લાખથી વધુને અસર….

17 તારીખ, 17 લાખ ક્યુસેકથી વધુ પાણી અને 17 લાખને અસર, આ છે ભરૂચમાં આવેલા પૂરની સ્થિતિ. ભરૂચમાં આવેલું પૂર કંઈ ભારે વરસાદના લીધે આવ્યું નથી, પણ આ પૂર માનવસર્જિત છે, આ શબ્દો છે કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના.

Top Stories Gujarat
Mantavyanews 5 17 17 તારીખ, 17 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું, 17 લાખથી વધુને અસર....

ગાંધીનગરઃ 17 તારીખ, 17 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું અને 17 લાખથી વધુને અસર થઈ, આ છે ભરૂચમાં આવેલા પૂરની સ્થિતિ. ભરૂચમાં આવેલું પૂર કંઈ ભારે વરસાદના લીધે આવ્યું નથી, પણ આ પૂર માનવસર્જિત છે, આ શબ્દો છે કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના. તેમની આગેવાની હેઠળ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળ્યું હતું અને ભરૂચના પૂરની તપાસ સીટિંગ જજ પાસેથી Shaktisingh Gohil કરાવવા માંગ કરી હતી.

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સરકાર હજી સુધી તે ફોડ પાડી શકી નથી કે તેની એવી તે કઈ મજબૂરી હતી કે 17 લાખથી વધુ એટલે કે કુલ 19 લાખ ક્યુસેક જેટલું પાણી એકસાથે છોડવામાં આવ્યું. ખેડૂતોનો પાક સૂકાતો હોય અને તે પાણી માટે વલખા મારતો હોય ત્યારે પણ પાણી ન છોડનારી સરકારને એવું તે કોનું હિત વરસ્યુ કે એક જ દિવસમાં આટલા લાખ Shaktisingh Gohil ક્યુસેક પાણી છોડ્યું.

તેમણે જણાવ્યું હતું કે હું ચોક્કસપણે કહું છું અને માનું પણ છું કે વડાપ્રધાને તો આ અંગે સૂચના નહીં જ આપી હોય. પણ 17મી તારીખે જ ડેમ ઓવર ફ્લો થયો, તેની ખબર પડતા વધામણા કર્યા, પહેલા કહ્યું કે પૂર આવ્યું અને હવે કહે છે વાદળ ફાટ્યું. હવે જો સરકારને વિશ્વાસ છે કે અમે કશું ખોટું કર્યું નથી તો પછી તેને કોર્ટના સિટિંગ જજ પાસે તપાસ કરાવવાનું શું વાંધો હોઈ શકે. હું પોતે આ વિભાગનો મંત્રી રહ્યો છું અને મને ખબર છે કે ક્યારેય એવી જરૂરિયાત આવતી નથી કે એક સાથે 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે.

સરકારે આની સામે આપેલું રાહત પેકેજ હાંસી સમાન છે. કેશડોલ્સ પણ ત્રણ દિવસ પછી આપવાનું બંધ કરી દીધું છે. સવા લાખ રૂપિયામાં તો કંઈ નવું ઘર બને. વીસ હેક્ટર જમીન ધોવાઈ ગઈ હોય અને Shaktisingh Gohil તેને બે હેક્ટર જમીન ધોવાણનું વળતર મળે તેમા થાય શું. આ તો થઈ ખેડૂતોની વાત, વેપારીઓને થયેલા નુકસાનનું શું. રોજ રળીને ખાનારાઓને ભૂખે મરવાના દિવસ આવ્યા તેનું શું, તેનો જવાબ સરકાર આપશે.

આ ઉપરાંત નર્મદાના કિનારે હિંદુ સંતોના પણ કેટલાય આશ્રમ આવ્યા છે, તેમને પણ નુકસાન થયું છે. હિંદુત્વની વાતો કરનારી સરકારી આ હિંદુ સંતોને તો સહાય આપશે ને. તેમણે જણાવ્યું હતું કે રાજ્યપાલશ્રીએ અમારી વાત સાંભળી છે અને તેમની વાત યોગ્ય સ્થળ સુધી પહોંચાડાશે તેવું આશ્વાસન આપ્યું છે.

કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ આ મુદ્દે સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન ગુજરાત તો આવ્યા, પરંતુ પૂરના લીધે અસર પામેલા વિસ્તારોમાં ગયા નથી. ત્યાંના અસરગ્રસ્ત લોકોમાં કેટલો આક્રોશ છે તે જુઓ. આ માનવસર્જિત પૂર છે. અમે લોકોને મળ્યા છે, લોકોની તકલીફો જોઈ છે અને સાંભળી છે. આ પાણી લોકોને આગોતરી જાણ કર્યા Shaktisingh Gohil સિવાય છોડવામાં આવ્યું છે. લોકોની જમીન ધોવાઈ ગઈ છે. જમીન પર રેતી આવી ગઈ છે. પશુધનને નુકસાન થયું છે. તેની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો નિયમ દર્શાવી મામૂલી વળતર આપવામાં આવ્યું છે.

તેથી કોંગ્રેસની માંગ છે કે નિયમ મુજબ નહી પણ સ્થિતિ મુજબ વળતર આપવામા આવે. ખેતીના નુકસાનનો, જમીનના ધોવાણનો અને પશુના નુકસાન એમ ત્રણેયનું જુદુ-જુદુ પેકેજ આપવું જોઈએ. દુકાનદારોને વળતર આપવું જોઈએ. મકાન તૂટી ગયું હોય તેને પીએમ આવાસ યોજનામાં મકાનની ફાળવણી કરવી જોઈએ. સીટિંગ જજની અધ્યક્ષતા હેઠળ માનવસર્જિત પૂરની તપાસ કરાય.

 

આ પણ વાંચોઃ MP-Rape/ મધ્યપ્રદેશમાં સગીરા પર બળાત્કારના કિસ્સામાં ઓટો ડ્રાઇવરની ધરપકડ

આ પણ વાંચોઃ દુ:ખદ/ દેશના હરિયાળી ક્રાંતિના જનક એમ.એસ સ્વામીનાથનનું નિધન

આ પણ વાંચોઃ Scam/ નડિયાદમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈઃ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી

આ પણ વાંચોઃ Venus/ ISRO હવે શુક્રના રહસ્યો ખોલશે,ભયાનક ગરમી અને એસિડના વરસાદ વચ્ચે શુક્રયાન આ રીતે કામ કરશે