MP-Rape/ મધ્યપ્રદેશમાં સગીરા પર બળાત્કારના કિસ્સામાં ઓટો ડ્રાઇવરની ધરપકડ

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 12 વર્ષની સગીરા પર બળાત્કારના કિસ્સામાં પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. પોલીસે આ કેસમાં એક ઓટો ડ્રાઇવરની ધરપકડ કરી છે. તેની ઓટોમાંથી પોલીસને લોહીના ડાઘ મળી આવ્યા છે.

Top Stories India
Mantavyanews 4 20 મધ્યપ્રદેશમાં સગીરા પર બળાત્કારના કિસ્સામાં ઓટો ડ્રાઇવરની ધરપકડ

ઉજ્જૈનઃ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 12 વર્ષની સગીરા પર બળાત્કારના કિસ્સામાં પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. પોલીસે આ કેસમાં એક ઓટો ડ્રાઇવરની ધરપકડ કરી છે. તેની ઓટોમાંથી પોલીસને લોહીના ડાઘ MP-Rape મળી આવ્યા છે. તેની સાથે અન્ય ત્રણ લોકોની પણ ધરપકડ કરી છે. પોલીસ ચારેયની પૂછપરછ કરી રહી છે. ઓટોને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવાઈ છે.

પોલીસના જણાવ્યા મુજબ પીડિત બાળકી ઉજ્જૈનના જીવનખીરી વિસ્તારમાં ઓટોમાં બેસી હતી. સીસીટીવી ફૂટેજમાં પણ આ વાતને સમર્થન મળ્યું છે. ઓટો પછી આગળ કઈ બાજુએ ગઈ તેની ખબર પડી નથી, પોલીસે જે ઓટો પકડી તેમા લોહીના ડાઘ મળ્યા. પોલીસે આ લોહીના ડાઘના આધારે 38 વર્ષીય ઓટો ડ્રાઇવર રાકેશની ધરપકડ કરી છે.

પોલીસ હવે ઓટો ડ્રાઇવર રાકેશની પૂછપરછ MP-Rape કરી રહી છે કે બનાવના દિવસે તે ક્યાં હતા અને તેની ઓટોમાં આ લોહીના ડાઘ ક્યાંથી આવ્યા. ઉજ્જૈનના મહાકાલ ક્ષેત્રમાં મુરલીપુરા વિસ્તારમાં બુધવારે 12 વર્ષની સગીરા અર્ધબેહોશીની સ્થિતિમાં મળી હતી. સગીરા લોહીથી લથપથ હતી.

સ્થાનિકોએ તેની જાણકારી પોલીસને આપી. પોલીસે બાળકીને હોસ્પિટલમાં ભરતી કરાવી. ડોક્ટરોએ બાળકી પર બળાત્કાર થયો હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાનો હૃદયવિદારક વિડીયો સામે આવ્યો તો, જ્યારે લોહી નીંગળતી અને અર્ધનગ્ન સ્થિતિમાં બાળકી અઢી કલાક સુધી ફરતી રહી, પરંતુ કોઈપણ તેની મદદ માટે આગળ ન આવ્યું. તેના પછી આશ્રમના એક આચાર્યએ પોલીસને સૂચના આપી તેને હોસ્પિટલમાં દાખલ કરાવી.

પીડિત બાળકીની સારવાર ઇન્દોરના સરકારી MP-Rape હોસ્પિટલમાં થઈ રહી છે. નિષ્ણાત ડોક્ટરોની ટીમ તેની સારવાર કરી રહી છે. તેની સ્થિતિ ગંભીર છે, પરંતુ જીવલેણ નથી. બાળકી જબરજસ્ત આઘાતના લીધે ઘટનાને લઈને યોગ્ય રીતે જવાબ આપી શકતી નથી.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ મામલે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે ભાજપના 20 વર્ષના કુશાસન દરમિયાન છોકરીઓ, મહિલાઓ, આદિવાસીઓ અને દલિતો સુરક્ષિત નથી. પ્રિયંકા ગાંધીએ ફેલ ઓન રોડ પર પોસ્ટ કર્યું પરંતુ મદદ ન મળી શકી. તેમણે આરોપ લગાવ્યો કે આ છે મધ્યપ્રદેશની કાયદો અને વ્યવસ્થા અને મહિલાઓની સુરક્ષા? ભાજપના 20 વર્ષના કુશાસનમાં છોકરીઓ, મહિલાઓ, આદિવાસીઓ અને દલિતો સુરક્ષિત નથી.

 

આ પણ વાંચોઃ ઓખા નજીક દરિયામાંથી ઇરાની શખ્સો સાથે શંકાસ્પદ બોટ ઝડપાઇ

આ પણ વાંચોઃ ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક મહિલાનો લીધો જીવ

આ પણ વાંચોઃ PMના નિવેદનને લઈને શક્તિસિંહ ગોહિલનો પલટવાર, જુઓ શું કહ્યું…

આ પણ વાંચોઃ લીંબાયતમાં શ્વાનનો આતંક, બાળક પર શ્વાને કર્યો હુમલો, જુઓ વીડિઓ