હજુ તો શિયાળો શરુ થયો છે, તેવુ કહેવાય અને શિયાળાની શરુઆતમાં જ સ્વાઇન ફ્લૂનો કહેર વરતાવવાનો શરુ થઇ ગયો છે. જી હા ચોમાસામાં ડેન્ગ્યુએ તોબા પોરાવ્યા બાદ હવે શિયાળામાં સ્વાઇન ફ્લૂ હાહાકાર મચાવે તો નવાઇ નહી. અને આની શુરુઆત કચ્છથી થઇ ગઇ છે કચ્છમાં ચાલુ વર્ષનો પ્રથમ સ્વાઈન ફ્લૂનો કેસ સામે આવી ચૂક્યો છે, જેમા કચ્છનાં 44 વર્ષિય મહિલાનું મોત નિપજ્યું છે.
કચ્છમાં શિયાળાના પ્રવેશ સાથે સાથે જ સ્વાઈન ફ્લૂએ પણ ઘાતકતા સાથે પગ માંંડી દીધો છે. ભુજની 44 વર્ષીય જૈન મહિલા તેનો પ્રથમ શિકાર બન્યા છે. આપને જણાવી દઇએ કે, 14 ડિસેમ્બરે મહિલાને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદ સારવાર દરમિયાન મહિલાનું સ્વાઈન ફ્લૂથી મોત થયું હતું. સ્વાઇન ફ્લુનાં કારણે મહિલાનું મોત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
