ગુજરાત રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, કર્મચારીઓનાં હિતને વળેલી રાજ્ય સરકારે આજે વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યની હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને દવાખાનાઓમાં કામ કરતાં નર્સિગ સંવર્ગનાં કર્મચારીઓને મળતાં યુનિફોર્મ એલાઉન્સ અને વોશિંગ એલાઉન્સમાં નોંધપાત્ર વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેનો અમલ આવતા મહિનાની પહેલી તારીખથી કરવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યું કે, નર્સિગ ક્ષેત્રે કામ કરતાં નર્સિંગનાં ફેડરેશન દ્વારા મળેલ રજૂઆતોને ધ્યાને લઈને રાજ્યની સંવેદનશીલ સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. જેનો ૨૦,૦૦૦ થી વધુ કર્મચારીઓને લાભ મળતો થશે. તેમણે ઉમેર્યું કે, નર્સિગ સંવર્ગનાં કર્મચારીઓને યુનિફોર્મ એલાઉન્સ પેટે હાલ પ્રતિમાસ રૂ.350 આપવામાં આવે છે. જેના બદલે હવે, પ્રતિમાસ રૂ.490 એટલે કે વાર્ષિક રૂ.5880 ચુકવાશે. એ જ રીતે વોશિંગ એલાઉન્સ પેટે પ્રતિમાસ રૂ.150 આપવામાં આવે છે. જેના બદલે હવે, પ્રતિમાસ રૂ.210 એટલે કે વાર્ષિક રૂ.2520 ચુકવવામાં આવશે. આ તેમણે ઉમેર્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સરકારી હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને દવાખાનાઓમાં કામ કરતાં નર્સિંગનાં કર્મચારીઓ ફરજમાં હોય ત્યારે ચેપી દર્દીઓનાં સંપર્કમાં આવતા હોય છે. જેથી આ ચેપ તેઓને તથા અન્ય દર્દીઓને લાગે નહિં અને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને સ્ફુર્તિ પૂર્વક દર્દીઓની તેઓ સેવા કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
https://www.facebook.com/mantavyanews/videos/880564372359700/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
