રાફેલ ડીલ/ ફ્રાન્સની ભારત સાથેની રાફેલ જેટ ડીલની થશે તપાસ, જજની નિયુક્તિના અપાયા આદેશ

રાફેલ ડીલને લઈને લાંબા સમયથી ચાલતા વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. ફ્રાન્સે ડીલથી સંબંધિત કથિત ભ્રષ્ટાચારની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે.

Top Stories India

રાફેલ ડીલને લઈને લાંબા સમયથી ચાલતા વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. ફ્રાન્સે ડીલથી સંબંધિત કથિત ભ્રષ્ટાચારની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. આ માટે ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે. ફ્રેન્ચ  ઓનલાઇન જર્નલ મીડિયાપાર્ટના અહેવાલ મુજબ, ભારત અને ફ્રાન્સ વચ્ચે 2016 માં થયેલી આ ડીલની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તપાસ 14 જૂનથી ઔપચારિક રીતે શરૂ કરવામાં આવી હતી. જો કે, 2 જૂને ફ્રેન્ચ  પબ્લિક પ્રોસીક્યુશન સર્વિસીસની ફાઇનાન્સિયલ ક્રાઇમ્સ બ્રાંચ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : કોવેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલનું પરિણામ, જાણો ડેલ્ટા વેરિએન્ટ પર કટલા ટકા અસરકાર

ફ્રેન્ચ એનજીઓ શેરપાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી અને ફ્રેંચ પબ્લિકેશન મીડિયાપાર્ટે આ મામલે અનેક રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા. 2018ના વર્ષમાં પણ શેરપાએ ફરિયાદ નોંધાવી હતી પરંતુ તે સમયે પીએનએફ દ્વારા તેને ફગાવી દેવામાં આવી હતી. રાફેલ ફાઈટર જેટની ડીલ 7.8 બિલિયન યૂરોની હતી.

આ પણ વાંચો :રાહુલ જી ઈચ્છે તો હરિયાણામાં આવીને રસી લગાવી શકે છે : CM ખટ્ટર

મીડિયાપાર્ટના કહેવા પ્રમાણે 14 જૂનના રોજ એક મેજિસ્ટ્રેટ દ્વારા કેસની અપરાધિક તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ જે રાફેલ ડીલ પર હસ્તાક્ષર સમયે પદ પર હતા અને વર્તમાન ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોન જે તે સમયે નાણા મંત્રી હતા તેમના કામકાજને લઈને પણ સવાલ કરવામાં આવશે. તત્કાલીન રક્ષા મંત્રી અને હવે ફ્રાંસના વિદેશ મંત્રી જીન-યવેસ લે ડ્રિયાન સાથે સંકળાયેલી વાતને લઈને પણ પુછપરછ થઈ શકે છે.

આ પણ વાંચો :હવે સગર્ભા સ્ત્રીઓ પણ લગાવી શકશે કોરોના રસી

હાલ ડસૉલ્ટ એવિએશન તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. અગાઉ કંપનીએ ઈંડો-ફ્રેંચ ડીલમાં ગોલમાલ થઈ હોવાનો ઈનકાર કર્યો હતો. કંપનીના કહેવા પ્રમાણે સત્તાવાર સંગઠનો દ્વારા અનેક નિયંત્રણો લાદવામાં આવે છે. ભારત સાથેની 36 રાફેલની ડીલમાં કોઈ ગોલમાલ નથી થઈ.