Not Set/ પતિનું મોત,પત્નિને પાસવર્ડ ખબર નથી,ક્રેપ્ટોકરન્સીમાં રોકાણકારોના 974 કરોડ સલવાયા

ન્યુયોર્ક, આપણે જેને બીટ કોઇનથી ઓળખીએ છીએ અને દુનિયા જેને ક્રિપ્ટોકરન્સી તરીકે જાણે છે તેના માંધાતાના મોતને કારણે કરોડોની સંપત્તિ ફ્રીજ થઇ ગઇ છે. કેનેડાની ક્વાડ્રિગાસીએક્સ કંપનીના 30 વર્ષીના સીઈઓ ગેરાલ્ડ કોટનનું ડિસેમ્બર 2018માં આંતરડા સંબંધિત બિમારીથી ભારત યાત્રા દરમિયાન મોત નિપજ્યું હતું.ગેરાલ્ડના મોત બાદ રોકાણકારોની 974 કરોડ રૂપિયાની કિંમતની ક્રિપ્ટોકરન્સી(બીટ કોઇન વગેરે) ફ્રિજ થઈ ગઈ છે. ગેરાલ્ડના […]

Top Stories World Trending

ન્યુયોર્ક,

આપણે જેને બીટ કોઇનથી ઓળખીએ છીએ અને દુનિયા જેને ક્રિપ્ટોકરન્સી તરીકે જાણે છે તેના માંધાતાના મોતને કારણે કરોડોની સંપત્તિ ફ્રીજ થઇ ગઇ છે.

કેનેડાની ક્વાડ્રિગાસીએક્સ કંપનીના 30 વર્ષીના સીઈઓ ગેરાલ્ડ કોટનનું ડિસેમ્બર 2018માં આંતરડા સંબંધિત બિમારીથી ભારત યાત્રા દરમિયાન મોત નિપજ્યું હતું.ગેરાલ્ડના મોત બાદ રોકાણકારોની 974 કરોડ રૂપિયાની કિંમતની ક્રિપ્ટોકરન્સી(બીટ કોઇન વગેરે) ફ્રિજ થઈ ગઈ છે.

ગેરાલ્ડના મોતના સમાચારો ત્યારે સામે આવ્યા હતા કે તેમની પત્ની જેનિફર રોબર્ટસન અને તેની કંપનીએ કેનેડાની કોર્ટમાં ક્રેડિટ પ્રોટેક્શનની અપીલ દાખલ કરી છે. જેમાં જણાવાયું છે કે, તેઓ ગેરાલ્ડના ઈનક્રીપ્ટેડ એકાઉન્ટ (જેમાં તેની સંપતિ છે)ને અનલોક કરી શકતા નથી. આવા એકાઉન્ટમાં લગભગ 190 મિલિયન ડોલર ક્રીપ્ટોકરન્સી પણ બંધ છે.

જેનિફરે કોર્ટમાં એફીડેવીટ કરતાં કહ્યું છે કે, ગેરાલ્ડ કોટેનના વ્યક્તિગત કોમ્પ્યૂટરમાં ક્રિપ્ટોકરન્સીનું કોલ્ડ વોલેટ છે જેને માત્ર ફિઝિકલ એક્સેસ કરી શકાય છે. તેનો પાસવર્ડ માત્ર કોટેન જાણતો હતો.

હકીકતે, ગેરાલ્ડ જે લેપટોપથી પોતાના બધા કામ કરતા હતા, તે ઈનક્રીપ્ટેડ છે અને તેનો પાસવર્ડ તેની પત્ની પાસે પણ નથી.

31 જાન્યુઆરી 2018ના રોજ ક્વાડ્રિગાસીએક્સે કંપનીએ પોતાની વેબસાઈટ પરથી નોવા સ્કોટિયા કોર્ટમાં અરજી કરી કે, તેમને મંજૂરી આપે, જેથી તે પોતાનું આર્થિક સંકટનું સમાધાન કરી શકે. અમારે અમારા રોકાણકારોને પૈસા પરત આપવા છે પરંતું ગેરાલ્ડના કોઇ પાસવર્ડનો એક્સેસ મળતો નથી,

કંપનીએ નિવેદનમાં જણાવ્યું કે, કંપનીએ આર્થિક સમસ્યાઓને હલ કરવાના બધા પ્રયત્નો કરી જોયા છે.. અમે ગ્રાહકોને પોતાની ડિપોઝીટના હિસાબે પૈસા આપવાના છે પરંતુ અમે એવું કરવા સમર્થ નથી

અહીં ઉલ્લેખનીય છે કે  ક્રીપ્ટોકરન્સી કંપનીઓમાં મુખ્ય એકાઉન્ટ(વોલેટ)નો પાસવર્ડ ફક્ત માલિક પાસે જ હોય છે.આવા સંજોગોમાં માલિકનું મોત થાય તો આ એકાઉન્ટ ખોલવો એ પ્રશ્ન બની રહે છે.

 આ કેસ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર અલગ-અલગ ચર્ચાઓ જગાવી રહ્યો છે.

ગેરાલ્ડની ક્વાડ્રિગાસીએક્સ કંપનીમાં બીટ કોઇન લેનારા કેટલાંક રોકાણકારો એમ પણ કહે છે કે તેની પત્નિ જુઠુ બોલે છે અને તેને પૈસા આપવા નથી.

ક્વાડ્રિગાસીએક્સ કંપનીના દુનિયાભરમાં 3.63 લાખ રજિસ્ટર્ડ યુઝર્સ છે અને આમાના લાખોના નાણાં સલવાયા છે.