Ajab Gajab News/ ચીનની એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે સિગારેટ પીતા! જાણો કેમ ??

ચીનની યુનાન એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં તમાકુ ઉદ્યોગના અભ્યાસક્રમ હેઠળ વિદ્યાર્થીઓને Cigarette પીતા અને તેની ગુણવત્તા પારખતા શીખવવામાં આવે છે. આ વિસ્તારમાં તમાકુનો ઉદ્યોગ મુખ્ય હોવાથી અહીં આ કોર્સને શિક્ષણનો ભાગ માનવામાં આવે છે, જોકે વૈશ્વિક સ્તરે તેના સ્વાસ્થ્ય પર થતી અસરોને લઈને તેની ભારે ટીકા થઈ રહી છે.

Trending Lifestyle
Cigarette

Strange but True:  સામાન્ય રીતે કોલેજ કે સ્કૂલમાં ધૂમ્રપાન (Smoking) પર સખત પ્રતિબંધ હોય છે અને જો કોઈ વિદ્યાર્થી સિગારેટ (Cigarette) પીતા પકડાય તો તેને સસ્પેન્ડ પણ કરવામાં આવે છે. પરંતુ દુનિયામાં એક એવી કોલેજ પણ છે જ્યાં વિદ્યાર્થીઓને ખાસ ક્લાસમાં બેસાડીને સિગારેટ પીતા શીખવવામાં આવે છે. આ વાત સાંભળીને કદાચ તમને લાગશે કે આ મજાક છે, પણ આ હકીકત છે. ચીનની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં ‘સિગારેટ’ એક વિષય તરીકે ભણાવવામાં આવે છે.

Cigarette

ક્યાં આવેલી છે આ કોલેજ? (Cigarette)

આ અનોખી કોલેજ ચીનના યુનાન (Yunnan) પ્રાંતમાં આવેલી છે, જેનું નામ ‘યુનાન એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી’ છે. અહીં કૃષિ વિજ્ઞાનના ભાગરૂપે તમાકુના પાક અને તેનાથી બનતી પ્રોડક્ટ્સ પર વિશેષ અભ્યાસ કરાવવામાં આવે છે.

Cigarette

કેમ શીખવવામાં આવે છે સિગારેટ પીતા? (The Reason)

તમને પ્રશ્ન થશે કે શૈક્ષણિક સંસ્થામાં આવું કેમ? તેની પાછળ કોલેજ પ્રશાસનનો પોતાનો તર્ક છે:

તમાકુ રિસર્ચ: આ કોર્સનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તમાકુની ખેતી, તેની ગુણવત્તા તપાસવી અને સિગારેટ બનાવવાની ટેકનિક વિશે ઊંડાણપૂર્વક સમજાવવાનો છે.

સેન્સરી ઇવેલ્યુએશન: વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે કે સિગારેટના ધુમાડાનો સ્વાદ, તેની સુગંધ અને ગળામાં થતી અસર પરથી તેની ક્વોલિટી કેવી રીતે પારખવી. આ માટે તેમને પ્રાયોગિક રીતે સિગારેટ પીવી પડે છે.

ઇકોનોમી: યુનાન પ્રાંત ચીનમાં તમાકુના ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર છે અને આ ઉદ્યોગમાં નિષ્ણાતો તૈયાર કરવા માટે આ ડિગ્રી આપવામાં આવે છે.

Cigarette

પેરેન્ટ્સ અને લોકોની પ્રતિક્રિયા (The Reaction)

જ્યારે આ કોલેજના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા, ત્યારે દુનિયાભરમાં હંગામો મચી ગયો હતો. લોકોએ આરોપ લગાવ્યો કે આ કોલેજ યુવાનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે અહીં ભણતા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સને આ બાબતે કોઈ વાંધો નથી, કારણ કે તમાકુ (Cigarette) ઉદ્યોગમાં કારકિર્દીની ઉજ્જવળ તકો છે અને તે આ વિસ્તારની મુખ્ય આજીવિકા છે.

ભલે આ કોલેજ તેને શિક્ષણનો એક ભાગ ગણાવતી હોય, પણ સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી આ ખૂબ જ જોખમી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) સતત ધૂમ્રપાન વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે, ત્યારે આવી ‘સિગારેટ કોલેજ’ (Cigarette Collage ) દુનિયા માટે ચર્ચાનો વિષય બની રહી છે.


આ પણ વાંચો: રડવાના અને ઊંઘવાના પણ મળે છે લાખો રૂપિયા! દુનિયાની આ 5 અજીબોગરીબ નોકરીઓ વિશે જાણીને તમારું માથું ભમી જશે

આ પણ વાંચો: ક્યાંક પત્નીનો જન્મદિવસ ભૂલવો છે ગુનો, તો ક્યાંક બાળક પેદા કરવા પર છે મનાઈ! દુનિયાના અજીબોગરીબ કાયદા

આ પણ વાંચો: ક્યાંક કમર જોઈને મળે છે નોકરી, તો ક્યાંક એક્સ્ટ્રા કામ કરવું છે ગુનો! જાણો દુનિયાના અજીબોગરીબ જોબ રૂલ્સ