Ajab Gajab News/ ક્યાંક પત્નીનો જન્મદિવસ ભૂલવો છે ગુનો, તો ક્યાંક બાળક પેદા કરવા પર છે મનાઈ! દુનિયાના અજીબોગરીબ કાયદા

દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાંના Laws ખૂબ જ વિચિત્ર છે. સમોઆ દેશમાં પત્નીનો જન્મદિવસ ભૂલી જવા પર જેલ થઈ શકે છે. નોર્વેના સ્વાલબાર્ડમાં અતિશય ઠંડીના કારણે લોકોને મરવાની કે જન્મ આપવાની પરવાનગી નથી. આ ઉપરાંત, સિંગાપુરમાં ચ્યુઇંગ ગમ ખાવા પર, વેનિસમાં કબૂતરોને દાણા નાખવા પર અને સ્વિટ્ઝર્લેન્ડમાં રાત્રે 10 વાગ્યા પછી ફ્લશ કરવા પર પ્રતિબંધ છે.

Trending Ajab gajab Ajab Gajab News Lifestyle
Law

Weird Laws: સામાન્ય રીતે દેશમાં કાયદાઓ લોકોની સુરક્ષા, વ્યવસ્થા અને શાંતિ જાળવવા માટે બનાવવામાં આવે છે. આપણે ત્યાં ટ્રાફિકના નિયમ તોડવા કે ચોરી કરવા પર સજા થાય છે. પરંતુ દુનિયાના અમુક દેશોમાં એવા વિચિત્ર કાયદા (Weird Laws) અસ્તિત્વમાં છે, જેના વિશે સાંભળીને તમને હસવું પણ આવશે અને આશ્ચર્ય પણ થશે. પત્નીનો બર્થડે ભૂલી જવા પર જેલ અને ચ્યુઇંગ ગમ ખાવા પર દંડ! ચાલો જાણીએ દુનિયાના આવા જ કેટલાક અજીબોગરીબ કાયદાઓ વિશે.

Law

1.પત્નીનો જન્મદિવસ ભૂલવો છે અપરાધ (Samoa)

જો તમે ભૂલકણા પતિ છો, તો તમારે આ દેશમાં ન જવું જોઈએ!

શું છે કાયદો?: ઓશનિયા ખંડમાં આવેલા ‘સમોઆ’ (Samoa) દેશમાં જો પતિ પોતાની પત્નીનો જન્મદિવસ ભૂલી જાય, તો તેને કાયદેસરનો ગુનો માનવામાં આવે છે.

સજા: પહેલીવાર ભૂલવા પર પત્ની પોલીસમાં ફરિયાદ કરી શકે છે અને પતિને ચેતવણી આપવામાં આવે છે. પરંતુ જો તે ફરીથી ભૂલે, તો તેને જેલની હવા ખાવી પડી શકે છે!

Law

2.મરવા અને બાળક પેદા કરવા પર પ્રતિબંધ (Svalbard, Norway)

જન્મ અને મૃત્યુ કુદરતના હાથમાં છે, પણ નોર્વેના એક ટાપુ પર તેના માટે પણ કાયદો છે.

શું છે કાયદો?: નોર્વેના ‘સ્વાલબાર્ડ’ (Svalbard) ટાપુ પર આવેલા લોંગયિયરબ્યેન શહેરમાં કોઈને મરવાની કે બાળકને જન્મ આપવાની પરવાનગી નથી.

કારણ: અહીં અતિશય ઠંડી પડે છે, જેના કારણે મૃતદેહો જમીનમાં સડતા નથી અને વાયરસ ફેલાવવાનો ડર રહે છે. તેમજ, અહીં કોઈ મોટી હોસ્પિટલ ન હોવાથી ગર્ભવતી મહિલાઓને ડિલિવરી પહેલા મેઈનલેન્ડ (બીજા શહેરમાં) મોકલી દેવામાં આવે છે.

Strange and amazing laws of the world

3.ચ્યુઇંગ ગમ ખાવા અને વેચવા પર બૅન (Singapore)

સિંગાપુર તેની સ્વચ્છતા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે.

શું છે કાયદો?: અહીં વર્ષ 1992થી ચ્યુઇંગ ગમ (Chewing Gum) ચાવવા, વેચવા કે આયાત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. લોકો ગમે ત્યાં ગમ ચોંટાડી દેતા હોવાથી સફાઈમાં તકલીફ પડતી હતી, તેથી સરકારે આ કડક કાયદો બનાવ્યો. જો કોઈ ગમ ખાતા પકડાય, તો તેને ભારે દંડ ફટકારવામાં આવે છે.

Law

4.કબૂતરોને દાણા નાખવા ગેરકાયદેસર (Venice, Italy)

ભારતમાં તો ચોકે-ચોકે કબૂતરોને દાણા નાખવામાં આવે છે, પણ ઈટાલીમાં આ ગુનો (Law) છે.

શું છે કાયદો?: ઈટાલીના સુંદર શહેર વેનિસ (Venice) માં સેન્ટ માર્કસ સ્ક્વેર અને અન્ય જગ્યાઓ પર કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ છે.

કારણ: કબૂતરોની હરકતો અને તેમની અઘારને કારણે ઐતિહાસિક સ્મારકો અને ઇમારતોને નુકસાન પહોંચતું હતું, આથી સરકારે આ નિયમ (Law) બનાવ્યો છે.

Law

5.રાત્રે 10 વાગ્યા પછી ફ્લશ ન કરી શકો (Switzerland-Law)

સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ જાળવવા માટે એક ખૂબ જ વિચિત્ર નિયમ છે.

શું છે કાયદો?: અહીંની કેટલીક અપાર્ટમેન્ટ બિલ્ડીંગોમાં (Buildings) રાત્રે 10 વાગ્યા પછી ટોયલેટ ફ્લશ કરવા પર મનાઈ (Forbidden) હોય છે. તેને ‘ધ્વનિ પ્રદૂષણ’ (Noise Pollution) ગણવામાં આવે છે, જેથી પાડોશીઓની ઊંઘ ન બગડે!

દરેક દેશની પોતાની અલગ સંસ્કૃતિ અને ભૌગોલિક પરિસ્થિતિઓ હોય છે, અને આ કાયદા (Law) ઓ તે જ પરિસ્થિતિઓમાંથી જન્મ્યા છે. પણ આપણા માટે આ ચોક્કસ એક ‘અજબ ગજબ‘ હકીકત છે.


આ પણ વાંચો: રડવાના અને ઊંઘવાના પણ મળે છે લાખો રૂપિયા! દુનિયાની આ 5 અજીબોગરીબ નોકરીઓ વિશે જાણીને તમારું માથું ભમી જશે

આ પણ વાંચો: શું છે ‘સૌરી’ પ્રથા? જ્યાં 9 દિવસ સુધી માતા અને બાળકને કોઈ મળી શકતું નથી, જાણો આ અનોખી પરંપરા પાછળનું સાચું કારણ

આ પણ વાંચો: ક્યાંક કમર જોઈને મળે છે નોકરી, તો ક્યાંક એક્સ્ટ્રા કામ કરવું છે ગુનો! જાણો દુનિયાના અજીબોગરીબ જોબ રૂલ્સ