Entertainment News/ સ્મૃતિ-પલાશના લગ્ન ફરી થશે? પલક મુચ્છલ અને સ્મૃતિના પિતાનો વીડિયો વાઇરલ!

ભારતીય ક્રિકેટર Smriti Mandhana અને પલાશ મુચ્છલના લગ્ન ફરીથી થવાની ચર્ચાઓએ જોર પકડ્યંી છે. સ્મૃતિના પિતા અને પલાશની બહેન પલક મુચ્છલનો એક વીડિયો વાઇરલ થયો છે, જેનાથી પેચઅપના સંકેતો મળી રહ્યા છે.

Trending Entertainment
Smriti Mandhana

Smriti Mandhana & Palash Muchhal Marriage Rumors: શું ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ વચ્ચે બધું બરાબર થઈ ગયું છે? વર્ષ 2025ના અંતમાં લગ્ન તૂટ્યા બાદ હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જેણે ફેન્સને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ થઈ છે કે શું આ કપલ ફરીથી લગ્નબંધનમાં બંધાશે?

પરિવારના સભ્યો સાથે દેખાયા, ફેન્સ થયા સરપ્રાઈઝ

તાજેતરમાં ઇન્ટરનેટ પર એક વીડિયો તેજીથી વાઇરલ થઈ રહ્યો છે જેમાં સ્મૃતિ મંધાનાના (Smriti Mandhana) પિતા શ્રીનિવાસ મંધાના, પલાશની બહેન અને જાણીતી સિંગર પલક મુચ્છલ તથા તેના પતિ મિથુન સાથે જોવા મળી રહ્યા છે. મુંબઈની એક રેસ્ટોરન્ટ બહારના આ વીડિયોમાં પલક મુચ્છલ સ્મૃતિના પિતાને પગે લાગી આશીર્વાદ લેતી જોવા મળે છે. આ દ્રશ્યો જોઈને ફેન્સ માની રહ્યા છે કે બંને પરિવારો વચ્ચેના કડવાશ હવે દૂર થઈ ગઈ છે.

Smriti Mandhana

કેમ તૂટ્યા હતા Smriti Mandhanaના  લગ્ન? 

સ્મૃતિ અને પલાશ 25 નવેમ્બર 2025ના રોજ લગ્ન કરવાના હતા. બધી જ તૈયારીઓ અને પ્રી-વેડિંગ ફંક્શન પૂર્ણ થઈ ગયા હતા, પરંતુ લગ્નના એક રાત પહેલા જ સંબંધ તૂટી ગયાના સમાચાર આવ્યા હતા.

છેતરપિંડીના આરોપ: તે સમયે એવી ચર્ચા હતી કે પલાશને અન્ય કોઈ મહિલા સાથે જોવામાં આવ્યો હતો અને સ્મૃતિએ તેને છેતરપિંડી કરતા પકડ્યો હતો.

પિતાની તબિયત: જોકે, લગ્ન અટકવા પાછળ સ્મૃતિના (Smriti Mandhana) પિતાની તબિયત બગડી હોવાનું પણ કારણ આપવામાં આવ્યું હતું.

આ વિવાદ બાદ પલાશને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો, જ્યારે સ્મૃતિએ આ મામલે મૌન જાળવી રાખ્યું હતું.

સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ

વીડિયો વાઇરલ થતા જ યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક ફેન્સ ખુશ છે અને કહી રહ્યા છે કે “પલાશને બીજી તક આપવા બદલ આભાર”, જ્યારે કેટલાક યુઝર્સ આ વીડિયોને જૂનો ગણાવી રહ્યા છે. હજુ સુધી આ વીડિયો નવો છે કે જૂનો તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ આ વીડિયોએ સ્મૃતિ અને પલાશના લગ્નની આશા ફરી જીવંત કરી દીધી છે.


આ પણ વાંચો: સુપરસ્ટાર વિજય બે બેઠકો પરથી ચૂંટણી લડશે, બેરોજગારોને ₹4000 આપવાનો TVK નો માસ્ટરસ્ટ્રોક

આ પણ વાંચો:  બંગાળી અભિનેતા રાહુલ બેનર્જીનું શૂટિંગ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી મોત, મનોરંજન જગત સ્તબ્ધ

આ પણ વાંચો:હનુમાન જયંતી પર રામાયણનું ટીઝર રિલીઝ, રણબીર-સાઈ પલ્લવીની જોડી અને પૃથ્વીરાજ કપૂર સાથેનું ખાસ કનેક્શન