Ahmedabad News/ અમદાવાદ: દિવસમાં CA ની ઓફિસમાં નોકરી, સાંજે બનતો નકલી પોલીસ, કેવી રીતે થયો પર્દાફાશ ?

અમદાવાદમાં ( Ahmedabad ) ટ્રાફિક પોલીસ બની વાહનચાલકોને અટકાવતો એક શખસ ઝડપાયો છે. બોડકદેવ પોલીસે ભરત સેનવા નામના વ્યક્તિની ધરપકડ કરી છે, જે પોલીસ અધિકારી હોવાનો ઢોંગ કરીને દસ્તાવેજોની તપાસ કરતો હતો. પોલીસ હવે તપાસ કરી રહી છે કે તેણે કોઈ પાસેથી ગેરરીતે પૈસા પણ વસૂલ્યા હતા કે નહીં.

Ahmedabad Top Stories Gujarat
fake police, traffic police impersonation

Ahmedabad fake police: અમદાવાદમાં ટ્રાફિક પોલીસ બનીને વાહનચાલકોને અટકાવતો એક શખસ ઝડપાયો છે. બોડકદેવ પોલીસ સ્ટેશને ભરત સેનવા નામના વ્યક્તિની ધરપકડ કરી છે, જે પોલીસ અધિકારી હોવાનો નાટક કરીને લોકો પાસેથી દસ્તાવેજોની તપાસ કરતો હતો અને તેમને હેરાન કરતો હતો.

કેવી રીતે થયો ખુલાસો?

મળતી વિગતો મુજબ, એન ડિવિઝન ટ્રાફિક પોલીસના કર્મચારીઓ હેબતપુર ચાર રસ્તા નજીક ફરજ પર હતા. ટ્રાફિક ઓછો હોવાથી કેટલાક કોન્સ્ટેબલ અને TRB જવાનો રસ્તાની બાજુ ઊભા હતા. તે સમયે તેમણે એક શખસને જોયો, જે ખાખી પેન્ટ અને પોલીસ જેવી બૂટ પહેરીને વાહનચાલકોને રોકી રહ્યો હતો અને ડ્રાઇવિંગ લાઇસન્સ તથા વાહનના કાગળો માંગતો હતો.
તેનું વર્તન શંકાસ્પદ લાગતાં અસલી ટ્રાફિક પોલીસે તેની પાસે જઈને ઓળખપત્ર માગ્યું, પરંતુ તે કોઈપણ સત્તાવાર આઈડી બતાવી શક્યો નહીં. આથી પોલીસને તેની હકીકત સમજાઈ ગઈ અને તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી.

અમદાવાદમાં (Ahmedabad) દિવસમાં નોકરી, સાંજે પોલીસનો વેશ

પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારી માહિતી સામે આવી છે. આરોપી ભરત સેનવા વિજાપુર તાલુકાનો રહેવાસી છે અને છેલ્લા 13 વર્ષથી અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની ઓફિસમાં કામ કરે છે. તે દરરોજ સવારે વડાસનથી રિક્ષામાં અમદાવાદ આવી ઓફિસમાં કામ કરતો હતો. ઓફિસનો સમય પૂરું થયા બાદ સાંજે તે ખાખી કપડાં પહેરી રસ્તા પર ઊભો રહી પોલીસ બનવાનો ઢોંગ કરતો હતો અને વાહનચાલકોને રોકીને તપાસ કરતો હતો.

Ahmedabad fake police
Ahmedabad fake police

એન ડિવિઝન ટ્રાફિક કોન્સ્ટેબલની ફરિયાદને આધારે ફરિયાદ

એન ડિવિઝન ટ્રાફિક કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બોડકદેવ પોલીસે કેસ નોંધ્યો છે અને આરોપીની ધરપકડ કરી છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે તેણે અત્યાર સુધી કેટલા લોકો સાથે આવું કર્યું છે અને શું તેણે કોઈ પાસેથી ડરાવી-ધમકાવી પૈસા પણ વસૂલ્યા છે. પોલીસ આ મામલે આર્થિક ઠગાઈનો પાસો પણ તપાસી રહી છે.


આ પણ વાંચો:લગ્ન નોંધણી સુધારા બિલ પર હેમંત ખવાનું નિવેદન, દીકરીઓની સુરક્ષા માટે કાયદો જરૂરી

આ પણ વાંચો:ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં ભરતી નિયમોમાં ફેરફાર, ફિક્સ પગાર પરની સેવા હવે અનુભવ પર માન્ય ગણાશે

આ પણ વાંચો:ગુજરાતનો સૌથી મોટો ટેક પ્રોજેક્ટ! ધોલેરામાં ₹25,000 કરોડના ખર્ચે સ્થપાશે દેશનું સૌથી મોટું ‘ગ્રીન AI ડેટા સેન્ટર’