Gandhinagar News/ ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં ભરતી નિયમોમાં ફેરફાર, ફિક્સ પગાર પરની સેવા હવે અનુભવ પર માન્ય ગણાશે

ગુજરાતની 14 સરકારી યુનિવર્સિટીઓમાં ભરતી પ્રક્રિયામાં (Recruitment Rule) મોટો સુધારો. ફિક્સ પગાર પર શિક્ષક સહાયક તરીકે આપેલી સેવા હવે અનુભવ તરીકે ગણાશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Recruitment Rule

Gandhinagar News:શિક્ષણ વિભાગે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે એક મહત્વપૂર્ણ ભરતી પરિપત્ર બહાર પાડ્યો છે. નિયમોમાં (Recruitment Rule) મોટો સુધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી, પ્રોફેસર અને અન્ય ઉચ્ચ પદોની ભરતી દરમિયાન, ફિક્સ પગાર પર શિક્ષક સહાયક તરીકે. આપેલી સેવાને અનુભવ તરીકે માન્ય ગણવામાં આવતી ન હતી.

ભરતી નિયમો (Recruitment Rule)માં ફેરફાર થતાં મળશે નવી તકો 

રાજ્યની તમામ 14 મુખ્ય સરકારી યુનિવર્સિટીઓમાં સમાન અભિપ્રાયનો અમલ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. જો કે આ નિર્ણયનો આધાર અગાઉ સૌરાષ્ટ્ર હતો. જે યુનિવર્સિટી સંદર્ભ ઉપરોક્ત અભિપ્રાય પર આધારિત હતો. શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયામાં (Recruitment Rule) ચાલી રહેલી વિસંગતતા દૂર કરવા અને સમાનતા સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ આદેશ આપ્યો છે. આ નવો નિયમ ગુજરાત યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તેમજ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓમાં લાગુ પડશે.

માહિતી અનુસાર આ સુધારાથી લાંબા સમયથી ફિક્સ પગાર પર સેવા આપતા શિક્ષક સહાયકોને ન્યાય મળશે. અને ઉચ્ચ પદો પર ભરતી માટે તેમની તકો વધશે. તે જ સમયે, ભરતી પ્રક્રિયામાં (Recruitment Rule) પારદર્શિતા અને સમાનતા પણ સુનિશ્ચિત કરવામાં આવશે.


આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત છેલ્લા 24 વર્ષમાં બન્યું સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓનું હબ

આ પણ વાંચો:રાજ્યની ૧૫ સરકારી યુનિવર્સિટીઓના અંડર ગ્રેજ્યુએટ કોર્ષમાં પ્રવેશ માટે 2 જૂન સુધી કરી શકશે ઓનલાઈન રજીસ્ટ્રેશન

આ પણ વાંચો:GCAS પોર્ટલ ખાનગી યુનિવર્સિટીઓ માટે બન્યું લાભનું કેન્દ્ર, વિદ્યાર્થીઓ ઊંચી ફી આપવા મજબૂર