Not Set/ 50 વર્ષની મહિલા સાથેનાં પ્રેમમાં અવરોધ બનતી માતાનું પુત્રએ જ મારી-મારીને ઢાળી દીધું ઢીમ

આપણો દેશ ભારત અને તેની સંસ્કૃતી એવી છે કે, ભારતમાં માતાને ભગવાનની પહેલા સ્થાન આપવામાં આવ્યું છે. મા-બાપનાં શરણમાં ચારે ધામ વસે છે તેવું કહેવામાં આવ્યું છે. પોતાનાં સંતાનો અહીં માત-પિતાને પોતાના જીવથી વિશેષ પ્રેમ કરે છે અને સંભાળ પણ લે છે. પરંતુ દરેક બાબતે અપવાદ તો હોય જ છે અને આ મામલામાં અપવાદનો વરવો […]

Ahmedabad Gujarat

આપણો દેશ ભારત અને તેની સંસ્કૃતી એવી છે કે, ભારતમાં માતાને ભગવાનની પહેલા સ્થાન આપવામાં આવ્યું છે. મા-બાપનાં શરણમાં ચારે ધામ વસે છે તેવું કહેવામાં આવ્યું છે. પોતાનાં સંતાનો અહીં માત-પિતાને પોતાના જીવથી વિશેષ પ્રેમ કરે છે અને સંભાળ પણ લે છે. પરંતુ દરેક બાબતે અપવાદ તો હોય જ છે અને આ મામલામાં અપવાદનો વરવો કિસ્સો અમદાવાદમાંથી સામે આવી રહ્યો છે. ઘટના પાછળનું કારણ પણ ઘટના જેટલુ જ વિચીત્ર છે.

હકીકત એવી છે કે, ગુજરાતનાં મેગા સીટી અમદાવાદના અસારવામા એક પુત્રએ માતાને માર માર્યો અને માર પણ કેટલી હદે માર માર્યો હશે કે, મા નું સારવાર દરમ્યાન મોત નિપજી ગયું. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો છે. ઘટના પાછળની વાત એવી સામે આવી રહી છે કે, પુત્રનાં કોઇ 50 વર્ષની મહિલા સાથેના પ્રેમ સંબંધનો માતાએ વિરોધ કર્યો હોવાથી પુત્ર દ્વારા માતાને માર મારવામાં આવ્યો હોવાનુ પોલીસ તપાસમાં ખુલ્યુ છે. જો કે, પુત્રએ માતા બાઈક પરથી નીચે પડી ગઈ હોવાનો સ્ટંટ કર્યો હતો. પોલીસે આ આક્ષેપોને લઈને તપાસ શરૂ કરી છે.

માતાનાં હત્યાનાં આરોપી 27 વર્ષીય આશીષ રાણા વિરૂદ્ધ તેની બહેને ફરિયાદ નોંધાવતા શાહીબાગ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ઘટનાની વિગત એવી છે કે, રવિવારની રાત્રે 65 વર્ષીય જમનાબેન રાણા ઈજાગ્રસ્ત હાલતમા મળી આવ્યા હતા. આશીષ રાણાએ બાઈક લઈને તેની બહેન પાયલના ઘરે પહોચ્યો હતો. અને માતા બાઈક પરથી નીચે પટકાયા હોવાનુ કહ્યુ હતુ. પાયલ માતાની પાસે પહોચી ત્યારે જમનાબેનના કાન અને મોઢામાંથી લોહી વહી રહ્યુ હતુ. બહેનને પોતાના ભાઈ પર શંકા જતા તેમણે શાહીબાગ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી. જયારે સારવાર દરમ્યાન માતા જમનાબેનનુ મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આશિષની ધરપકડ કરી છે.

અન્ય સ્ત્રીના ચક્કરમા એક પુત્રએ પોતાની જનેતાની હત્યા કરી હોવાના આ કિસ્સામા પોલીસ પણ મુંઝવણમા છે. કારણ કે હજુ સુધી હત્યાને લઈને સ્પષ્ટ પુરાવા હાથે લાગ્યા નથી. જેથી મહિલાના પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ હત્યા કે અકસ્માત મોતની સ્પષ્ટતા થઈ શકશે. હાલમા પોલીસે આક્ષેપોને લઈને હત્યાનો ગુનો નોંધી આશિષની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પુત્રએ માતાની હત્યા કરી હોવાના કેસમા એક  50 વર્ષની મહિલા સુનિતાનું નામ સામે આવી રહ્યુ છે. 27 વર્ષના આશિષનુ આ મહિલા સાથે પ્રેમસંબંધ હતો. આશિષની માતા જમનાબેન આ સંબંધથી દુ:ખી હતી. અને તેઓ આશિષને સંબંધ ખત્મ કરવા ઠપકો આપી રહ્યા હતા. જેથી આશિષે અગાઉ પણ તેની માતાને માર માર્યો હોવાના આક્ષેપો બહેન કરી રહી છે. જયારે આશિષ તો માતા બાઈક પરથી નીચે પટકાઈ હોવાનુ રટણ ચાલુ જ રાખ્યુ છે. પણ સવાલ એ થાય છે કે આશિષ રાત્રે 3 વાગે તેની માતાને બાઈક પર લઈને કયાં જઈ રહ્યો હતો. આ ઉપરાંત જે મહિલા સાથે તેના સંબંધ હતા તે પણ ઘર છોડીને ફરાર થઈ ગઈ છે. એક બહેન ભાઈએ માતાની હત્યા કરી હોવાનો આરોપ લગાવે છે જયારે બીજી બહેન ભાઈ નિર્દોષ હોવાનુ કહીને સુનિતા પર આક્ષેપ કરી રહી છે. આ આક્ષેપો અને વિવાદો વચ્ચે પોલીસે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews