Surendranagar News/ મહેતા માર્કેટમાં મનપાની મેગા રેડ, નીલકંઠ ટ્રેડિંગના ગોડાઉનમાંથી 900 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

સુરેન્દ્રનગર (Surendranagar) મનપાની ટીમે મહેતા માર્કેટના નીલકંઠ ટ્રેડિંગ ગોડાઉનમાં રેડ પાડી 900 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કર્યું છે.

Gujarat Others Trending
Surendranagar

Surendranagar  Plastic Raid: સુરેન્દ્રનગર નગરપાલિકાની ટીમે આજે પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે લાલ આંખ કરી છે. શહેરના પ્રખ્યાત મહેતા માર્કેટ વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર અચાનક દરોડા પાડીને તંત્રએ મોટી માત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો છે.

માહિતીના આધારે કાર્યવાહી

Surendranagar  મનપાની ટીમને બાતમી મળી હતી કે મહેતા માર્કેટમાં આવેલ નીલકંઠ ટ્રેડિંગના ગોડાઉનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પાલિકાની આરોગ્ય ટીમે ઓચિંતી રેડ પાડી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી આશરે 900 કિલો જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક મળી આવ્યું હતું.

Surendranagar

 કાયદેસરની કાર્યવાહી અને જપ્તી

પર્યાવરણ માટે જોખમી એવા આ પ્લાસ્ટિકના જથ્થાને મનપાની ટીમે તાત્કાલિક અસરથી જપ્ત કરી લીધો છે. પાલિકા દ્વારા ગોડાઉન સંચાલક સામે દંડાત્મક કાર્યવાહીની સાથે કાયદેસરની તપાસ પણ હાથ ધરવામાં આવી છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર સાયબર હુમલો, બેંક ખાતા અને અન્ય માહિતી થઈ લીક

આ પણ વાંચો: અમદાવાદ મનપાએ સુભાષ બ્રિજના નવનિર્માણ માટે ₹232.80 કરોડનો ટેન્ડર બહાર પાડ્યો

આ પણ વાંચો: નડિયાદમાં મનપાને ખુલ્લો પડકાર, રખડતા ઢોર પકડતી ટીમ પર હુમલાનો પ્રયાસ