Ahmedabad News/ 5-ડે વીકની માંગ સાથે 27 જાન્યુઆરીએ બેન્કોની હડતાળ, ગુજરાતના 1 લાખ કર્મીઓ જોડાશે

Strike ના દિવસે 27 જાન્યુઆરીએ સરદાર બાગથી વલ્લભ સદન સુધી રેલી યોજાશે

Gujarat Ahmedabad
Strike

Ahmedabad News : જે ગ્રાહકોને આગામી સાત દિવસમાં બેન્ક સંબંધિત કામ હોય તેમના માટે મહત્વના સમાચાર છે. બેન્ક કર્મચારીઓએ 5-ડે વીકની માંગને લઈને 27 જાન્યુઆરીએ એક દિવસીય દેશવ્યાપી હડતાળ (Strike) ની જાહેરાત કરી છે. પરિણામે આ મહિને સતત ચાર દિવસ બેન્કિંગ સેવા પર અસર થવાની સંભાવના છે.

રજાઓ/બંધના દિવસો

24 જાન્યુઆરી: ચોથો શનિવાર (રજા)

25 જાન્યુઆરી: રવિવાર (રજા)

26 જાન્યુઆરી: પ્રજાસત્તાક દિવસ (જાહેર રજા)

27 જાન્યુઆરી: બેન્ક કર્મચારીઓની હડતાળ

આ કારણે 24થી 27 જાન્યુઆરી સુધી ચાર દિવસ બેન્કો બંધ રહેશે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના આહ્વાન હેઠળ દેશભરમાં અંદાજે 8 લાખ બેન્ક કર્મચારીઓ હડતાળ(Strike) માં જોડાશે. ગુજરાતમાં રાષ્ટ્રીયકૃત, ખાનગી તેમજ સહકારી બેન્કોના મળીને લગભગ 1 લાખ કર્મચારીઓ આ હડતાળમાં જોડાવાનું જણાવાયું છે.

ગુજરાતમાં રેલીનું આયોજન

હડતાળ (Strike) ના દિવસે 27 જાન્યુઆરીએ સરદાર બાગથી વલ્લભ સદન સુધી રેલી યોજાશે. તેમાં સમગ્ર ગુજરાતમાંથી 1000થી વધુ બેન્ક કર્મચારીઓ જોડાશે એવી માહિતી આપવામાં આવી છે.

યુનિયન શું કહે છે?

યુએફબીઉના કન્વીનર નિતેશ પરમારના જણાવ્યા મુજબ, 2015થી સપ્તાહમાં 5 દિવસ બેન્ક કાર્યદિવસ રાખવાની માંગ ચાલી રહી છે. તેમનું કહેવું છે કે RBI, LIC અને GICમાં શનિવાર-રવિવારની રજા પહેલેથી જ અમલમાં છે. બેન્કોમાં હાલ બીજો અને ચોથો શનિવાર રજા હોય છે, તેથી સોમવારથી શુક્રવાર કામનો સમય વધારી બાકી શનિવારો રજા કરવાથી ગ્રાહકોને ખાસ મુશ્કેલી નહીં પડે તેમ યુનિયનનું માનવું છે.

ગ્રાહકો માટે સૂચના

ચાર દિવસ બેન્કો બંધ રહેવા છતાં યુનિયનનું કહેવું છે કે ડિજિટલ માધ્યમો ઉપલબ્ધ હોવાથી મોટા ભાગના વ્યવહારો પર ખાસ અસર નહીં પડે. સાથે જ, હડતાળ (Strike) દરમિયાન ગ્રાહકોને સહકાર આપવા પણ અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો : અંતે કચ્છમાં ટ્રાન્સપોર્ટરોની હડતાળનો અંત : 3 દિવસ માટે 4 ટોલ પ્લાઝા નિઃશુલ્ક, 11 દિવસમાં રસ્તાની મરામત થશે

આ પણ વાંચો : નડિયાદના પીજ ચોકડીમાં લક્ષ્મી સ્નેક્સ રિયલ કંપનીના કર્મચારીઓની હડતાળ

આ પણ વાંચો : અમદાવાદના 9 રિક્ષા યુનિયનોએ કર્યું હડતાળનું એલાન, જો માંગણીઓ પૂર્ણ નહીં થાય તો…