કચ્છમાં ટ્રાન્સપોર્ટરોની હડતાળનો અંત:4 ટોલ પ્લાઝા 3 દિવસ માટે નિઃશુલ્ક, 11 દિવસમાં રસ્તાની મરામત થશે
Kutch News : કચ્છના ભચાઉમાં “નો રોડ નો ટોલ” ઝુંબેશને લઈને 40 હજારથી વધુ ટ્રકોના ટાયર થંભી ગયા હતા. જેમાં આગામી 15 તારીખ સુધી ટોલ ન ઉઘરાવવાનો નિર્ણય લેવાયો હતો. સામખીયાળી, માખેલ સહિતમાં ટોલ ન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કચ્છના માર્ગોની દયનીય હાલત સામે વિવિધ ટ્રાન્સપોર્ટ એસોશિએશન દ્વારા શરૂ કરાયેલી હડતાળનો અંત આવ્યો છે. આજે વિવિધ હોદેદારો અને અધિકારીઓની બેઠકમાં સોમવાર રાત સુધી કચ્છના રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં આવતા ચાર ટોલનાકા પર ટોલ ફ્રી કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે ત્રણ દિવસમાં ખાડોઓમાં મોરમ નાંખવા સાથે આગામી 11 દિવસમાં મોટા ખાડા અને જરૂર છે ત્યાં રિસરફેશિંગ કરવાનો નકકી કરાયું છે. આ નિર્ણયને પગલે હડતાળ પરત ખેંચી લેવાઈ છે અને પરીવહન શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ અંગે રતનાલ ટ્રક ઓનર્સ એસોશિએશનના પ્રમુખ રાજેશ છાંગાએ જણાવ્યું હતું કે, આજની મહત્વપૂર્ણ મીટીંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ આ ચાર ટોલ ફ્રી રહેશે અને સોમવાર રાત્રે 12 વાગ્યા સુધી કોઈપણ વાહન ચાલક પાસેથી રકમ વસૂલાશે નહી.. આ ઉપરાંત 11 દિવસમાં નાના મોટા ખાડાની મરંમત કરી લેવામાં આવશે.રાજેશ છાંગાએ વધુમાં જણાવ્યું કે, હડતાળને લઈને ગઈકાલે મધરાતે 12:30થી 1:30 દરમિયાન જિલ્લા કલેક્ટર આનંદ પટેલ , એસપી સાગર બાગમાર તેમજ નેશનલ હાઇવેના ગુજરાત હેડ યાદવ સાથે ચર્ચા થઈ હતી. એ મીટીંગમાં સવારે 10 વાગ્યા સુધીનો સમય માંગવામાં આવ્યો હતો જેથી દિલ્હીથી અંતિમ પરમિશન મેળવી શકાય.આજેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણયને પગલે હડતાળ સમેટી લઈને પરીવહન શરૂ કરી દેવામાં આવ્યું છે, એમ કંડલા ડમ્ફર એસોશિએશનના પ્રમુખે શિવાભાઈ આહીરે જણાવ્યુ હતું. આ બેઠકમાં ગાંધીધામ ચેમ્બર પ્રમુખ મહેશ પુંજ, ગાંધીધામ ચેમ્બર મંત્રી મહેશ તીર્થાની, ટેન્કર એસોસિએશન પ્રમુખ સામજી આહીર અને કન્ટેનર એસોસિએશન મંત્રી ભગીરથસિંહ જોડાયા હતા અને સર્વાનુમતે આ નિર્ણય સ્વીકારી લેવામાં આવ્યો છે.
કચ્છ જિલ્લામાં રોડ રસ્તાની પરિસ્થિતિ કથળી જતા માલ પરિવહન કરતા વાહનધારકો રોષે ભરાયા હતા. બિસ્માર માર્ગોને લઈ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વિવિધ મંડળ દ્વારા ગઇકાલથી માર્ગ સુધારણાની માગ સાથે ‘નો રોડ નો ટોલ’ના સૂત્રને અનુસરી હડતાળ ઉતરી ગયા હતા. અહીંના 5 રાષ્ટ્રીય અને 2 રાજ્ય ધોરીમાર્ગે આવેલા કુલ 7 ટોલ પ્લાઝા સામે પરિવહન વ્યવસાય કરતા લોકોએ વિરોધ નોંધાવ્યો હતા. 40થી 45 હજારના નાના મોટા વાહનોના પૈડાં આ પ્રદર્શનથી થંભી ગયા હતા.
જેમાં હાઇવે પર ટોલ નહિ લેવાય એવો નિર્ણય લેવાયો હતો.ઉપરાંત ટોલ ઓથોરીટી દ્વારા 3 દિવસ સુધી ટોલ રાહત અપાઈ હતી.જેમાં ટ્રાન્સપોર્ટરો લડતમાં મક્કમ રહ્યા હતા અને તેના દિલ્હી સુધી પડઘા પડ્યા હતા. બાદમાં ટોલનાકા પર વાહનોનું રાબેતા મુજબ આવાગમન શરૂ થયું હતું.
આ પણ વાંચો:રાજકોટ: ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં ખેડૂતોને હાલાકી’-ધોરાજીના પૂર્વ MLA લલિત વસોયા
આ પણ વાંચો:રાજકોટ-અમદાવાદ હાઇવેનું અધૂરું કામ વાહનચાલકો માટે પરેશાની, સિક્સલેન હાઇવે માટે 7 વર્ષ ટૂંકા પડ્યાં
આ પણ વાંચો:રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક, ગોંડલ રોડ પર હિંસાથી ગભરાટ
