Surat News/ ઉમરપાડામાં હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીનાં મોતનું ચોંકાવનારૂં કારણ આવ્યું સામે

પોલીસે રૂમમાં રહેતી અન્ય વિદ્યાર્થિનીઓના પણ નિવેદનો નોંધ્યા છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરત (Surat)ના ઉમરપાડા (Umarpada) સ્થિત એક હોસ્ટેલ (Hostel)માં એક વિદ્યાર્થિનીનું રહસ્યમય સંજોગોમાં મોત (Death) થતાં ખળભળાટ મચી ગયો હતો. ગોપાલિયા ગામની 14 વર્ષીય યશ્વી વસાવા હોસ્ટેલમાં બેભાન હાલતમાં મળી આવી હતી. હોસ્ટેલ મેનેજમેન્ટે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ (Postmortem) મોકલતા ખુલાસો થયો છે.

સુરતના ઉમરપાડા સ્થિત આદર્શ નિવાસી કન્યા શાળાની યશ્વી અશ્વિન વસાવાનું રહસ્યમય સંજોગોમાં મોત બાદ ગૃહમાતાએ વિદ્યાર્થિનીના પરિવારને જાણ કરી હતી. પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરપાડા સ્થિત આદર્શ રેસિડેન્શિયલ હોસ્ટેલમાં 14 વર્ષની યશ્વી વસાવા નામની વિદ્યાર્થીની બેભાન હાલતમાં મળી આવી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

પોલીસે રૂમમાં રહેતી અન્ય વિદ્યાર્થિનીઓના પણ નિવેદનો નોંધ્યા છે. મૃતકના પરિવારજનોનો આરોપ છે કે વિદ્યાર્થિનીને અન્ય લોકો દ્વારા હેરાન કરવામાં આવતી હતી. ઉમરપાડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી અને P.M. રિપોર્ટમાં મોતનું કારણ સામે આવ્યું છે. ફોરેન્સિક (Forensic Report) પેનલ P.Mમાં શરીરે માર માર્યાના નિશાન મળ્યા છે, બે ગૃહમાતાઓના અસહ્ય ત્રાસથી વિદ્યાર્થીનિનું મોત નિપજ્યું છે. 14 વર્ષય યશ્વી ધોરણ 9માં અભ્યાસ કરતી હતી, યશ્વીએ કરેલી ફરિયાદ વાલીઓએ અવગણી હતી, મૃતક વિદ્યાર્થિનીને બ્લડ કેન્સર (Blood Cancer) હોવાનું પણ નિદાન થયું હતું. ઉમરપાડા પોલીસે સમગ્ર મામલે હોસ્ટેલની ગૃહમાતા વૃંદા પટેલ અને દિપીકા વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

તાજેતરમાં તાપી (Tapi) જિલ્લાના છેવાડે આવેલા નિઝર તાલુકાના નિઝર મોડલ સ્કૂલ ખાતે ધોરણ 11 મા અભ્યાસ કરતી સગીરાનું શંકાસ્પદ મોત થયું હતું. આ સમગ્ર ઘટનામાં ગૃહોમાતા પાસેથી મળતી માહિતી મુજબ આ દીકરીએ બપોરનું જમ્યા બાદ આશરે ત્રણ વાગ્યાના અરસામાં તેને અચાનક વોમિટ થવા લાગી હતી અને ચક્કર આવવા લાગ્યા હતા, ત્યારબાદ તાત્કાલિક ધોરણે તેમણે 108 બોલાવીને આ સગીરા (Minor girl)ને પ્રથમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે આ સગીરાની તબિયત સિરિયસ છે એટલે વધુ સારવાર માટે આગળ લઈ જાઓ એમ જણાવતા એને તાત્કાલિક ધોરણે નજીકમાં આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી અને પોસ્ટમોર્ટમ કરવા માટે તેના મૃતદેહને ત્યાં રાખવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનામાં સગીરાના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો છતાં હજી સુધી આ દુઃખદ ઘડીમાં તેઓ કોઈ પ્રકારનો જવાબ આપી શક્યા ન હતા. અત્રે એ પણ નોંધવું રહ્યું કે આ સગીરા મોડેલ સ્કૂલની બાજુમાં આવેલા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. ખેડૂત અને ગરીબ પરિવારની આશાસ્પદ દીકરીનું આ રીતે અચાનક મોત થતાં પરિવારના માથે તો જાણે આભ તૂટી પડ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તાપીમાં હોસ્ટેલમાં રહેતી 16 વર્ષીય સગીરાનું શંકાસ્પદ મોત થતા ચકચાર

આ પણ વાંચો:લેઉઆ પટેલ કન્યા છાત્રાલયમાં નર્સિંગની વિદ્યાર્થીનીનો આપઘાત, હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત, પોલીસ દ્વારા તપાસ કરાઈ શરૂ

આ પણ વાંચો:મહેસાણામાં હોસ્ટેલમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા : વડોદરામાં બાંગ્લાદેશી યુવતીએ જીવન ટુંકાવ્યું