Mehsana News : મહેસાણામાં હોમીયોપેથી કોલેજ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. તપાસમાં શહેરના બાસના નજીક આવેલ મર્ચન્ટ કોલેજમાં આ બનાવ બન્યો હોવાનું બહાર આવ્યું છે. જેમાં 19 વર્ષીય ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવ્યું હતું. આ વિદ્યાર્થીનીએ ગર્લ્સ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ લઈને જીવન ટુંકાવ્યું હતું. આ અંગે જાણ થતા મહેસાણા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા નજીક બાસણા ગામ નજીક આવેલી મર્ચન્ટ હોમિયોપેથીક મેડિકલ કોલેજ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની એ આપઘાત કરી લેતા ભારે વિવાદ સર્જાયો છે.હોમિયોપેથીક કોલેજ માં અભ્યાસ કરતી અને કેમ્પસ માં આવેલી ગર્લ્સ હોસ્ટેલ માં રહેતી વિદ્યાર્થીની ઉર્વશી શ્રીમાળી એ ગળેફાંસો ખાઈ પોતાના જ રૂમ માં આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે.કોલેજ ની વિદ્યાર્થીની ના આપઘાત બાદ વિદ્યાર્થીઓમાં ભારે રોષ ના પગલે કોલેજ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કોલેજ માં તોડફોડ કરી હતી..
આમ,વિદ્યાર્થીઓ ના રોષ ના પગલે મહેસાણા તાલુકા સહિત નો પોલીસ કાફલો મર્ચન્ટ કોલેજે પહોંચ્યો હતો.. તો બીજી તરફ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના નેતાઓ પણ પહોંચ્યા હતા અને લાંબો સમય સુધી કોલેજ વિરોધ પ્રદર્શન કર્યું હતું.હોમિયોપેથીક કોલેજ ની વિદ્યાર્થીની ના આપઘાત બાદ અન્ય વિદ્યાર્થીનીઓ એ કોલેજ ઉપર ગંભીર પ્રકાર ના આક્ષેપો કર્યા છે,આપઘાત નું કારણ હજુ અકબંધ છે તો પોલીસે પણ આપઘાત સ્થળે થી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.
અન્ય બનાવમાં દરમિયાન ગઈકાલે મંગળવારે તેની ફાર્મસીની પરીક્ષા હતી. સવારે 11:00 વાગે તેનું પહેલું પેપર શરૂ થયું હતું પરંતુ, તે પરીક્ષા આપવા માટે પહોંચી ન હતી. તેની ક્લાસમેટ બાંગ્લાદેશી યુવતી પરીક્ષા આપવા માટે પહોંચી હતી અને તેની સાથે તે મોહોનાનો એડમીટ લેટર પણ ઝેરોક્ષ કરાવીને લઈ ગઈ હતી પરંતુ, મોહોના પરીક્ષા આપવા માટે આવી નહોતી. જેથી તેની સહેલી ચિંતિત થઈ ગઈ હતી.
બપોરે 2:00 વાગ્યે પરીક્ષા પૂરી થતાં તેને મોહોનાની અન્ય સહેલીને ફોન કર્યો હતો અને મોહોના પરીક્ષા આપવા માટે આવી ન હોવાની જાણકારી હતી.આ દરમિયાન બાંગ્લાદેશમાં રહેતા મોહોનાના માતા-પિતાએ મોહોનાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેનો સંપર્ક થઈ રહ્યો હતો. જેથી માતા પિતાએ મોહોનાની સહેલીઓનો સંપર્ક કર્યો હતો. જેથી, એક સહેલી તેના કેટલાક મિત્રોને લઈને રાત્રે 10.15 વાગ્યે મોહોનાના રુમ એટલે કે નર્મદા એપાર્ટમેન્ટ પર પહોંચી હતી. આ સમયે ઘરને લોક મારેલું હતું. જેથી, દરવાજો તોડીને તેના મિત્રો ઘરમાં ગયા હતા. જ્યાં મોહોના પંખા સાથે લટકેલી હાલતમાં જોવા મળી હતી. જેથી મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી અને તેઓ હેબતાઈ હતા અને તેઓએ તુરંત જ રાવપુરા પોલીસને જાણ કરી હતી.
રાવપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.ICCRના ડાયરેક્ટર સુભાષસિંગે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશી સ્ટુડન મોહોનાએ આપઘાત કર્યો છે. તેનું કારણ હજી અમને જાણવા મળ્યું નથી. તેના મૃતદેહને બાંગ્લાદેશ મોકલવામાં આવશે.બાંગ્લાદેશની રહેવાસી 20 વર્ષીય મોહોના માહોર કુમાર મોન્ડોલ સપ્ટેમ્બર 2024માં વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવી હતી અને તે ફાર્મસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. શરૂઆતમાં દસ-બાર દિવસ તે હોસ્ટેલમાં રહી હતી અને ત્યારબાદ રાવપુરા વિસ્તારમાં આવેલ નર્મદા એપાર્ટમેન્ટમાં ચોથા માળે આવેલા 408 નંબરના મકાનમાં રહેતી હતી. તે આ મકાનમાં એકલી રહેતી હતી.
આ પણ વાંચો:ગુજરાત પોલીસના રિકન્સ્ટ્રકશનને વરઘોડો ન કહોઃ વિકાસ સહાય
આ પણ વાંચો:ગુજરાત પોલીસ વિભાગમાં ૬૭૭૦ કર્મચારીઓને મળી બઢતી, પોલીસ બેડામાં આનંદનું વાતાવરણ
આ પણ વાંચો:ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂંક, પિડીતોને ન્યાય અપાવવા ગુજરાત પોલીસનું મહત્વપૂર્ણ પગલું
