Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ભેમાળ ગામે પ્રદૂષણ ફેલાવતી 5 જેટલી ક્વોરીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ)ની તપાસ બાદ જિલ્લા કલેક્ટરે આ ક્વોરીઓને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે.
ક્વોરીઓ અને ડમ્પર પ્લાન્ટોમાંથી થતા બેફામ પ્રદૂષણને કારણે સ્થાનિક લોકોના સ્વાસ્થ્યને ખતરો ઉભો થયો હતો. આ અંગે ભેમાળ ગામના લોકોએ અનેકવાર રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પ્રદૂષણના મુદ્દે ભેમાળ ગામના લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે તંત્ર હરકતમાં આવ્યું હતું.
લોકોના વિરોધને પગલે જિલ્લા કલેક્ટરે પ્રદૂષણની તપાસ કરવાના આદેશ આપ્યા હતા. GPCBની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પ્રદૂષણ ફેલાવતા તત્વોની તપાસ કરી હતી. GPCBના રિપોર્ટના આધારે જિલ્લા કલેક્ટરે પ્રદૂષણ ફેલાવતી 5 ક્વોરીઓને બંધ કરવાની નોટિસ ફટકારી છે. જેના કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
@ RAMESH PATEL PALANPUR
આ પણ વાંચો: ગુજરાતની 13 નદીઓનું પાણી પીવાલાયક નહીં, પ્રદૂષણ ફેલાવતા 23 એકમો ધમધમતાં
આ પણ વાંચો: મુંબઈમાં પ્રદૂષણનું સ્તર ઘણું ઊંચું નોંધાયું, અનેક સ્થાનો પર AQI 200 કરતાં વધુ
આ પણ વાંચો: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટા પાયે ફેરફારોઃ 171 અધિકારીઓની બદલી
