ગુજરાત/ ખાદ્યતેલના વ્યાવસાયિકોના પ્રશ્નો મુદે ‘ગુજરાત સ્ટેટ એડીબલ ઓઈલ એન્ડ ઓઈલ સીડ્સ’ની સ્થાપના કરાશે

આ ક્ષેત્ર ના તમામ પ્રકારના ઊદ્યોગો / વ્યવસાયોનું પ્રતિનિધિત્વ કરી શકે અને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર સાથે વિચાર વિમર્શ અને સંકલન કરી ને યોગ્ય કાર્યવાહી કરી શકે.

Gujarat

સમગ્ર દેશ ઘણા વર્ષોથી ખાધતેલો માટે આયાત પર જ નિર્ભર છે, લગભગ 65 % ની ખાધતેલોની જરૂરિયાત બહારથી આયાત થયેલ તેલ થકી જ પૂર્ણ થાય છે.અને તેના કારણે આપણું અમુલ્ય ફોરીન રિઝર્વ વેડફાય છે. ભારત સરકાર તથા રાજ્ય સરકાર આ વિષયે ચિંતીત હોય તે સ્વાભાવિક છે. તે ઉપરાંત જે ખાધ તેલો આયાત કરવા પડે છે તે આરોગ્યની દૃષ્ટિએ પણ ઘરેલુ ખાધતેલોથી ઘણી ઊતરતી કક્ષાના છે. દરેક વિસ્તારમાં અલગ – અલગ ઘરેલુ ખાધતેલ ઉત્પાદકો માટે અલગ – અલગ સંસ્થાઓ છે.

આ પણ વાંચો ;Trailer / કાર્તિક આર્યનની ફિલ્મ ધમાકાનું ટ્રેલર થયું રિલીઝ, દમદાર ભૂમિકામાં જોવા મળ્યો એક્ટર

પરંતુ તેનું કાર્યક્ષેત્ર ઘણું સીમિતછે. જેમ કે અમુક સંસ્થાઓમાં ઓઇલ મિલર્સ સિવાયના અન્ય વેપારીઓ / ઉદ્યોગપતીઓ વગેરે આ ખાધતેલ ના જ વ્યવસાયમાં હોવા છતાં સભ્યપદ થી વંચિત છે , ઉપરાંત ઘણી સંસ્થાઓ ઍક સમયે ખુબજ પ્રતિષ્ઠત કાર્ય કરતી હતી તે મૃત: પ્રાય અવસ્થામાં છે અને ફક્ત કાગળ પર જ તેનું અસ્તિત્વ છે . આવા સમયે ખાધતેલના વ્યાવસાહિકોના પ્રશ્નો સાંભળે, સમજે અને યોગ્ય રજૂઆત કરે તેવી સંસ્થાનો અભાવ વાસ્તવિકરૂપે બધા ને જણાતો હતો પરીણામે તેલ તેલીબિયાના તમામ પ્રકારના વ્યવસાયિકોને ઍક છત્ર નીચે પ્રતિનિધિત્વ આપવું ખુબજ જરૂરી હતું.

આ પણ વાંચો ;Relationship / ઓફિસ શરૂ થયા બાદ કપલ્સે ના કરવી આ 4 ભૂલ, નહીં તો સંબધમાં આવી શકે છે ખટાશ

તેથી બધા જ પક્ષકારોની લાગણીને ધ્યાનમાં લઈને ” ગુજરાત સ્ટેટ એડીબલ ઓઇલ એંડ ઓઈલ સીડ્સ’  ના નામથી ઍક એવી સંસ્થાનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું, જે આ ક્ષેત્ર ના તમામ પ્રકારના ઊદ્યોગો / વ્યવસાયોનું પ્રતિનિધિત્વ કરી શકે અને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર સાથે વિચાર વિમર્શ અને સંકલન કરી ને યોગ્ય કાર્યવાહી કરી શકે.

આ પણ વાંચો :Health Tips / જો આ વસ્તુને ગરમ કરીને ફરી ઉપયોગમાં લ્યો છો, તો ચેતી જજો..