- CID ક્રાઈમે નાર્કોટેસ્ટને લઈને આપી નોટિસ
- નાર્કોટેસ્ટને લઈને હનીફ દાઢીના પુત્રને આપી નોટિસ
- શોએબ ખાનને આપવામાં આવી નોટિસ
- 9 થી 13 નવેમ્બર સુધી કરાશે નાર્કોટેસ્ટ
- 2016માં હનીફ દાઢીની ફાયરિંગ કરીને કરાઈ હતી હત્યા
- 4 વર્ષ બાદ પણ હત્યારાઓ છે ફરાર
- હનીફ દાઢીના પુત્ર પર શંકાના પગલે નોટિસ
અમદાવાદના જમાલપુરના બિલ્ડર હનીફ દાઢીની 2016ની સાલમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. લોકલ પોલીસ અને ક્રાઇમબ્રાન્ચની ટિમ હનીફ દાઢીના હત્યારાઓને આજદિન સુધી શોધી શકી નથી. આ કેસમાં પોલીસે સમરી રિપોર્ટ પણ ફાઇલ કર્યો હતો. હનીફ દાઢીની પત્ની, પુત્ર, મિત્રો અને સ્વજનોના પોલીસે નિવેદન લીધા જેમાં હનીફ દાઢીની હત્યા પાછળ તમામે હનીફ દાઢીના મોટા પુત્ર શોએબ પર શંકા વ્યક્ત કરી હતી.
હનીફ દાઢી હત્યા કેસની તપાસમાં ક્રાઇમબ્રાન્ચે તમામ એંગલથી તપાસ કરી હતી. પોલીસની તપાસ શોએબ પર આવી અટકી જતી હતી. પોલીસે હનીફ દાઢીની પઠાણ ગેંગ સાથેની અદાવત અંગે તપાસ કરી હતી જોકે કોઈ કડી મળી નથી.
હનીફ દાઢી પર ગત તા 17-9-2016ના રોજ જમાલપુર ખાતેના તેઓના ઘર પાસે બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. સારવાર દરમિયાન હનીફ દાઢીનું 19મી તારીખે મોત થયું હતું. હત્યા કેસની લોકલ પોલીસ તપાસ કરી રહી હતી. આ દરમિયાન હનીફ દાઢીના મોટા પુત્ર શોએબએ જ ક્રાઇમબ્રાન્ચ કે એટીએસ જેવી સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપવા માંગ કરી હતી. ક્રાઇમબ્રાન્ચે આ કેસમાં તપાસ કરી પણ પગેરું મેળવી શકી ન હતી. શોએબએ 2018ની સાલમાં સીબીઆઈ તપાસની માંગ પણ કરી હતી.
આ કેસની તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઈમએ હનીફ દાઢી હત્યા કેસમાં મૃતકના મોટા પુત્ર શોએબ શેખને જ નાર્કો ટેસ્ટ કરવા નોટીસ મોકલી છે. શોએબનો નાર્કો, બ્રેઇન મેપિંગ સહિતના જુદા જુદા ટેસ્ટ કરવામાં આવશે. આ પ્રક્રિયા તા.9 થી 13 નવેમ્બર સુધી ચાલશે
