દેશ – દૂનિયાનાં બજારો સુસ્ત જોવામાં આવી રહ્યા છે. એક બાજુ કોરોનાની મહામરી અને બીજી બાજુ ઓનલાઈન ખરીદીના કારણે વેપારીઓને રોવાનો વારો આવ્યો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ લોકોને અપિલ કરવામાં આવી રહી છે કે ઓનલાઈન છોડો અને સ્વદેશનને અપનાવો…
મંતવ્ય ન્યૂઝ દ્વારા ઓનલાઈન છોડો સ્વદેશી અપનાવોને લઈને મુહિમ શરૂ કરવામાં આવી છે. જેને લઈને મંતવ્ય ન્યૂઝની ટીમે સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાં જઈને વેપારીઓ પાસેથી તેનો તાગ મેળવ્યો. તેમજ પ્રધાનમંત્રી મોદી દ્વારામાં લોકલ ફોર વોકલને પ્રાધન્ય આપવા માટે અપીલ કરવામાં આવી છે.
વડાપ્રધાન દ્વારા લોકલ ફોર વોકલનો મંત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈને ઓનલાઈન નહીં પણ સ્થાનિક વેપારીને વેગ મળે તે માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા પર ઓનલાઈન છોડો અને સ્વદેશી અપનાવોની મુહિમ શરૂ કરવામાં આવી છે. જેને લઈને મંતવ્ય ન્યૂઝની ટીમે સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં જઈને વેપારીઓનો મંતવ્ય જાવ્યો હતો. મંતવ્ય ન્યૂઝની ટીમે અમરેલી, ભાવનગર, જામકંડોરણા,જૂનાગઢ,સુરેન્દ્રનગર અને જેતપુરમાં પહોચી હતી. વેપારીઓનું કહેવુ છે કે ઓનલાઈન ખરીદીના કારણે સ્થાનિક વેપારીઓની પડતા પર પાટા જેવી હાલત થઈ ગઈ છે.
બાદ મંતવ્ય ન્યૂઝની ટીમ જામકંડોળ પહોચી હતી. ત્યા જોવા મળ્યું કે દિવાળીના દિવસોમાં પણ બજારોમાં મંદીનો માહોલ જોવા મળ્યો. વેપારીઓ ગ્રાહકોની રાહ જોતા જોવા મળ્યાં. એક બાજુ કોરોનાની મહામારી તો બીજી બાજુ ગ્રાહકોની ઓનલાઈન ખરીદી. જેને લઈને હવે વેપારીઓ હાલત કફોડી બની છે. તો આવોજ માહોલ જૂનાગઢના કેશોદમાં જોવા મળ્યો. શોપિંગ મોલ અને ઓનલાઇન પ્રોડક્ટ વેચાણના કારણે સુરેન્દ્રનગરનું માર્કેટ પડી ભાંગ્યું છે. સુરેન્દ્રનગરની સૌથી જૂની અને મોટી મનાતી મહેતા માર્કેટમાં વેપારીઓને ધંધામાં કાપ મુકાતા વેપારીઓ નવરાધૂપ જોવા મળ્યાં.
એક બાજુ કોરોનાની મહામરી અને બીજી બાજુ ઓનલાઈન ખરીદીના કારણે વેપારીઓને રોવાનો વારો આવ્યો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ લોકોને અપિલ કરવામાં આવી રહી છે કે ઓનલાઈન છોડો અને સ્વદેશનને અપનાવો…
જુઓ મંતવ્ય ન્યૂઝની ખાસ રજૂઆત
