સામાન્ય રીતે માતા અને પુત્રનો પ્રેમ એ સર્વશ્રેષ્ઠ ગણાતો હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં એક કપુતે પોતાની જ માતાને ઢોર માર મારતી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરનાં વઢવાણ વિસ્તારની ઘટના સામે આવી છે.
વઢવાણમાં રહેતા એક કપૂત પુત્રએ પોતાની સગી માતાને ઢોર માર માર્યો હતો. મહત્વનું છે કે આ કપુતે પોતાની માતા માર માર્યો હોવાની આ શર્મશાર ઘટના બની હતી. આ માતાને ઈજા થતાં તેમને આસપાસના રહીશોએ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
હાલ આ ઘાયલ માતા વરુઘાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ સગી માતાને નિર્દયતાથી માર મારનાર કપૂત પુત્ર પર લોકોએ ફિટકાર વરસાવી હતી. ઉલ્લેખનીય છે કે અવારનવાર આવા ચકચારી કિસ્સાઓ સામે આવતા હોય છે જે આપણા સમાજ માટે ખૂબ જ શર્મસાર બાબત છે.
