Not Set/ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરે કર્યો આપઘાત, મોતનું રહસ્ય અકબંધ

અમદાવાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક યુવાન મહિલા ડોક્ટરે કેમ્પસમાં જ આત્મહત્યા કરી લીધી હતી. અમદાવાદની અસારવાની સિવિલ હોસ્પિટલમાં 23 વર્ષની મહિલા ડોક્ટરે પોસ્ટ ગ્રેજ્યુએટ હોસ્ટેલમાં જ આત્મહત્યા કરી હતી. રૂહી રૂમ-405માં અભ્યાસ કરવા માટે ગઈ હતી. જયારે રુહી રૂમ નંબર બી-407માં રહે છે. સવારના સમયે ત્યાના ડોક્ટર હોસ્પિટલના ધાબા પર મોર્નિગ વોક કરવા માટે નીકળ્યા […]

Top Stories

અમદાવાદ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક યુવાન મહિલા ડોક્ટરે કેમ્પસમાં જ આત્મહત્યા કરી લીધી હતી. અમદાવાદની અસારવાની સિવિલ હોસ્પિટલમાં 23 વર્ષની મહિલા ડોક્ટરે પોસ્ટ ગ્રેજ્યુએટ હોસ્ટેલમાં જ આત્મહત્યા કરી હતી.

રૂહી રૂમ-405માં અભ્યાસ કરવા માટે ગઈ હતી. જયારે રુહી રૂમ નંબર બી-407માં રહે છે. સવારના સમયે ત્યાના ડોક્ટર હોસ્પિટલના ધાબા પર મોર્નિગ વોક કરવા માટે નીકળ્યા હતા તે સમયે રહી બેભાન અવસ્થામાં ટેરેસ પર પડી હતી તે પછી ડોક્ટર તેને સિવિલના ટ્રોમા સેન્ટરમાં લઇ જવામાં આવી હતી. તેની તપાસ કરતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

સિવિલમાં પીડીયાટ્રીકનો અભ્યાસ કરતી રૂહી હાતિદ્રાનો મૃતદેહ પીજી હોસ્ટેલના ધાબા પરથી મળ્યો હતો. એવું માનવામાં આવે છે કે રૂહીએ પોતાના હાથ પર ઇન્જેક્શન લઇને આત્મહત્યા કરી હતી. રૂહીના પિતા વિરમગામમાં તબીબ તરીકે ફરજ બજાવે છે જ્યારે તેના લગ્ન અઢી વર્ષ પહેલા વડોદરાના એક તબીબ સાથે થયા છે. રૂહીની બહેન પણ વિદેશમાં તબીબ તરીકે કામ કરે છે.  રૂહીની આત્મહત્યા પાછળનું રહસ્ય હજુ સુધી જાણવા નથી મળ્યું. પોલિસને સ્યુસાઇડ નોટ પણ નહોતી મળી. પોલિેસે રૂહીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ત્યારે હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.