Rajkot News/ રાજકોટમાં સ્પામાં કામ કરતી મહિલાને સ્પાના સંચાલકે હવસનો શિકાર બનાવી, પીડિતાએ નોકરી છોડતા ધમકી આપી

પોલીસે દુષ્કર્મ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજકોટમાં સ્પામાં કામ કરતી મહિલાકર્મી સાથે દુષ્કર્મની ઘટનાને લઈને ચકચાર મચી છે. જેમાં સ્પા સંચાલકે મહિલાને બળજબરીથી ટેબલ પર સુવડાવી દુષ્કર્મ આચર્યું હતું. યુનિવર્સીટી રોડ પર પંચાયત ચોક પાસે આવેલ રોયલ વેલનેસ સ્પાના માલિક ભરત નામના શખ્સે સ્પામાં બોડી મસાજના કામે આવતી મહિલાને ‘મારે સેક્સ જ કરવું છે’ કહીં કોઈને વાત કહીશ તો પુત્રને મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ મહિલા અન્ય સ્પામાં કામે લાગી જતાં આરોપીએ ત્યાં ઘસી જઈ મારઝૂડ કરતા  યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તેની શોધ હાથ ધરી છે.

બનાવ અંગે રાજકોટ શહેરમાં રહેતા 40 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં પંચાયત ચોક પાસે આવેલ રોયલ વેલનેસ સ્પાના માલિક ભરત નામના શખ્સનું નામ આપતા યુનિવર્સિટી પોલીસે દુષ્કર્મ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે તેના પતિ અને પુત્ર સાથે રહે છે તેમ જ તે જીવન નિર્વાહ કરવા માટે યુનિવર્સીટી રોડ પર પંચાયત ચોક પાસે આવેલ શાંતિનિકેતન પાર્ક શેરી નંબર 1ની સામે શ્રીજી કૃપા બિલ્ડિંગમાં આવેલ રોયલ વેલનેસ સ્પામાં કામ કરે છે. જે સ્પાનો માલિક ભરત નામનો વ્યક્તિ છે.

ગત તા.30.04.2025ના રોજ સવારના આશરે 10 વાગ્યા બાદ વેલનેસ સ્પામાં નોકરી પર ગયેલ હતી અને ત્યાં પોતે બોડી મસાજનું કામ કરે છે. ભરત ત્યાં આવી અને જણાવેલ કે, ‘મારે બોડી મસાજ નથી કરવું મારે સેક્સ કરવું છે’ જેથી આવું કામ નથી કરતી તેમ કહેતાં આરોપી ઉશ્કેરાયો હતો અને બળજબરીથી પકડીને ત્યાં રહેલ ટેબલ પર પરાણે સુવડાવી અને તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ પછી પોતે ત્યાંથી જતી હતી ત્યારે આરોપીએ ધમકી આપી હતી કે, આ વાતની જાણ કોઈને કરીશ તો તને તેમજ તારા દીકરાને રાજકોટમાં નહીં રહેવા દઉં.

બીજા દિવસે આરોપીએ મહિલાને તેના સ્પા ખાતે બોલાવેલ અને આરોપીની બીજી સ્પાની બ્રાન્ચ બિગ બજાર પાસે આવેલ હોય ત્યાં લઈ ગયેલ હતો. ત્યાં આરોપીએ મહિલાને અફીણની ગોળી બતાવેલ અને જે ખાવાથી મજા આવશે તેવું જણાવ્યું હતું જેથી મહિલાએ ના પાડી હતી અને તેણી ડરી જતા તેના ઘરે જતી રહેલ હતી જે બાદ ફરીયાદી મહિલા બીજી જગ્યાએ આવેલા સ્પામાં નોકરી પર લાગી ગઈ હતી અને ત્યાં તે હાજર હતી ત્યારે આરોપી ત્યાં પણ ઘસી આવ્યો હતો અને મહિલાને કહ્યું કે, તે મારા સ્પામાં નોકરી કેમ મૂકી દીધી કહીં ઉશ્કેરાઈ જઈ બેફામ ગાળો આપી મારઝૂડ કરી હતી અને તું બહાર નીકળ એટલે તને પતાવી દેવી છે અને તું રાજકોટ છોડીને નહીં જા તો તને અને તારા પતિ અને પુત્રને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી આરોપી ભરત નામના શખ્સને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તું અહીથી જવાદે મારા સામેથી, રાજકોટ સિવિલ સ્ટાફની લૂખી દાદાગીરી, મીરા આહિરને થયો કડવો અનુભવ

આ પણ વાંચો:રાજકોટ જન્માષ્ટમી લોકમેળો 2025: રાઇડ્સની મજા સાથે ટિકિટ દરમાં વધારો, સલામતી અંગે ચિંતા

આ પણ વાંચો:રાજકોટમાં થિયેટરમાં સૈયારા ફિલ્મ જોતા જોતા બિયર પીતા બે યુવકો ઝડપાયા, પોલીસે એક સામે જ FIR કરી, સ્થળ પણ બદલી નાખ્યું