Food Lifestyle: આજની દોડધામભરી જિંદગી અને ખાણીપીણીને લગતી કુટેવોના કારણે શરીરની નળીઓમાં કૉલેસ્ટ્રોલ જમા થવાની સમસ્યા સામાન્ય બની ગઇ છે. આ ખરાબ કૉલેસ્ટ્રોલ (LDL) હૃદય સંબધી બિમારીઓ, જેવી કે હાર્ટ ઍટેક અને સ્ટ્રોક વગેરે જોખમોમાં વધારો કરે છે. આ સંજોગોમાં કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે તમને કેટલાક ફળોનું સેવન પણ મદદરૂપ થઇ શકે છે. આ ‘સુપર ફ્રુટ્સ’ કુદરતી રીતે હાર્ટની નળીઓમાં ચોંટી ગયેલા ચીકણા કૉલેસ્ટ્રોલને શરીરની બહાર નીકાળવામાં મદદ કરે છે તથા હૃદયને સ્વસ્થ રાખે છે. આ ફળો સ્વાદિષ્ટ હોય છે એટલું જ નહિ, પરંતુ એમાં ફાઇબર, ઍન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન તથા અન્ય પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે, જે કૉલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં અને હૃદયને વધુ સ્વસ્થ બનાવવામાં સહાયક સિધ્ધ થાય છે.
કૉલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરતા ‘સુપર ફ્રુટ્સ’:
ખાટા ફળો: લીંબુ, સંતરા, મોસંબી અને દ્રાક્ષ જેવા ખાટા ફળો વિટામિન સી તથા ફાઇબરથી ભરપૂર હોય છે. વિટામિન સી એક શક્તિશાળી ઍન્ટિઓક્સિડન્ટ છે જે રક્તવાહિનીઓની સાફ-સફાઇમાં મદદ કરે છે, જ્યારે દ્રાવ્ય ફાઇબર ખરાબ કૉલેસ્ટ્રોલને નળીઓની દિવાલ પરથી ઉસેટીને શરીરની બહાર ફેંકી દે છે. સંતરામાં રહેલા સ્ટૅરોલ્સ પણ કૉલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

સફરજન: ‘An apple a day, keeps the doctor away’- અર્થાત્, દરરોજ એક સફરજન ખાવાથી ડૉક્ટર પાસે જવું પડતુ નથી, આ કહેવત અમસ્તી જ નથી બની! સફરજનમાં રહેલું પૅક્ટિન નામનું ખાસ દ્રાવ્ય ફાઇબર ખરાબ કૉલેસ્ટ્રોલને શરીરની બહાર કાઢવામાં ખૂબ જ પ્રભાવશાળી છે. તે ધમનીઓની દિવાલો પર છારી (પ્લાક) બાઝતાં અટકાવે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે.
ઍવાકાડો: આ ‘સુપર ફૂડ’ મોનોસેચ્યુરેટેડ ફૅટ અને ઑલિવ એસિડથી ભરપૂર હોય છે, જે ખરાબ કૉલેસ્ટ્રોલને શરીરની બહાર કાઢવામાં અને સારા કૉલેસ્ટ્રોલનું સ્તર વધારવામાં મદદરૂપ થાય છે. એમાં રહેલા ફાઇબર કૉલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત રાખે છે.

કેળા: કેળામાં ફાઇબર તથા પૉટેશિયમ સારી એવી માત્રામાં હોય છે, જે કૉલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં સહાયભૂત થાય છે.
બેરીઝ: સ્ટ્રૉબેરી, બ્લ્યૂબેરી વગેરે ફળો ઍન્ટિઓક્સિડન્ટ્સ (વિશેષ કરીને ઍન્થોસાયનિન) તથા ફાઇબરના સારા સ્ત્રોત છે. જે સોજા ઓછા કરવામાં, સારા કૉલેસ્ટ્રોલનું સ્તર વધારવામાં તથા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેનાથી હૃદય સ્વસ્થ રહે છે.

ટમેટાં: ટમેટામાં લાઇકોપીન નામનું એક શક્તિશાળી ઍન્ટિઓક્સિડન્ટ હોય છે, જે ખરાબ કૉલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે અને રક્તવાહિનીઓને આરામ આપવાનું કાર્ય કરે છે.
આ પણ વાંચો:શું હવે સંભોગ વિના બાળકનો જન્મ થઈ શકે છે? નવી ટેકનોલોજીનો ઉદય થયો!
આ પણ વાંચો:રક્ષાબંધન પર તમારી બહેન માટે આ ભેટો ફક્ત 1000 રૂપિયામાં ખરીદો, તમારી બહેન ખુશ રહેશે!
આ પણ વાંચો:જો તમને એકલામાં હાર્ટ એટેક આવે તો આ રીતે જીવ બચાવી શકાય, ડૉક્ટરે સરળ ટિપ્સ જણાવી
