Uber Cab Driver Harassed Woman/ જલ્દી આવ બાબુ યાર, મન થઇ…’ ઉબેર ડ્રાઈવરે મહિલાને મોકલ્યા અશ્લીલ મેસેજ અને પછી જે થયું…

કેબ ડ્રાઈવરો દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તનના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. તાજેતરમાં, એક મહિલાએ જણાવ્યું કે કેવી રીતે એક ડ્રાઇવરે તેને અશ્લીલ મેસેજ મોકલીને હેરાન કરી હતી.

Trending

Uber Cab Driver Harassed Woman: ઘણા લોકો સોશિયલ મીડિયા પર પોતાના પ્રવાસના અનુભવો શેર કરે છે. જેમાં ઘણા સારા છે અને ઘણા ખરાબ છે. તાજેતરમાં, દિલ્હીની વકીલ તાન્યા શર્માની પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં તેમણે ઉબેરથી કેબ બુક કરાવવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. હકીકતમાં, મહિલાએ એક કેબ બુક કરાવી હતી, ત્યારબાદ તરત જ તેને કેબ ડ્રાઈવર તરફથી અશ્લીલ મેસેજ મળ્યા. જેના સ્ક્રીનશોટ તેણે શેર કર્યા છે.

ડ્રાઇવરે અશ્લીલ મેસેજ મોકલ્યા

દિલ્હી સ્થિત વકીલ તાન્યા શર્મા ઉબેર સાથેનો પોતાનો અનુભવ શેર કરે છે. તેણે તાજેતરમાં જ ઉબેરથી કેબ બુક કરાવી હતી, જે કન્ફર્મ થઈ ગઈ. આ પછી તાન્યાએ ડ્રાઈવરને કહ્યું કે તેને 5 મિનિટ લાગશે. જે પછી તરત જ, ડ્રાઈવર તાન્યાને એક અશ્લીલ મેસેજ મોકલે છે, જેમાં લખ્યું છે, ‘જલ્દી આવ બાબુ યાર, મન થઇ રહ્યું છે… ‘ તાન્યાએ આનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. જોકે, સંદેશ મળ્યા પછી, તાન્યાએ તરત જ કેબ કેન્સલ  કરી.

ઉબેર તરફથી પૂછાયેલ પ્રશ્ન

તાન્યાએ લખ્યું કે મેં બુકિંગ કેન્સલ કર્યું અને આ ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી. તાન્યાએ આ બાબતે ઉબેરના વિલંબિત પ્રતિભાવ પર નારાજગી વ્યક્ત કરી. હકીકતમાં, કંપનીએ ફરિયાદનો જવાબ આપવા માટે 24-48 કલાકનો સમય માંગ્યો હતો. તાન્યાએ ઉબેરને પૂછ્યું કે જો આ 48 કલાક દરમિયાન બીજી મહિલાઓ સાથે પણ આવું જ થાય તો? શું તમે લોકો મારી અને તે મહિલાઓની સુરક્ષાની જવાબદારી લેવા તૈયાર છો?

ઉબેરે ડ્રાઈવર પર પ્રતિબંધ મૂક્યો

જોકે, ઉબેરે પાછળથી તે કેબ ડ્રાઈવરને તેના પ્લેટફોર્મ પરથી દૂર કરી દીધો. ઉબેરે કહ્યું કે અમે ડ્રાઇવરનો સંપર્ક કર્યો છે અને આપેલા પ્રતિસાદના આધારે, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાન્યાની આ પોસ્ટથી સોશિયલ મીડિયા પર સલામતી પર ચર્ચા શરૂ થઈ ગઈ. ઘણા યુઝર્સ કેબ બુક કરતી વખતે સલામતી વિશે પોસ્ટ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફ્લાઇટ ચૂકી ગયા બાદ મહિલાએ કેબ ડ્રાઈવરને માર્યો ઢોરમાર

આ પણ વાંચો:નશામાં ધૂત મહિલાએ કેબ ડ્રાઈવરને માર્યો માર વીડિયો થયો વાયરલ, હાઈવોલ્ટેજ ડ્રામા જોઈને યુઝર્સો ભડક્યા

આ પણ વાંચો:મુસાફરોની અશ્લીલ હરકતોથી પરેશાન કેબ ડ્રાઈવરે અનોખી નોટિસ જારી, આપી આ સલાહ