નવરાત્રીમાં એક બાજુ માં દુર્ગાની આરધના કરવામાં આવે છે તો બીજી બાજુ દેશમાં નવરાત્રી દરમ્યાન મહિલાઓ પર થતા અત્યાચારો પર કોઈ રોક જોવા નથી મળી.
એક બાજુ દીકરીને માં દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે તેવામાં એક નિર્દયી પિતાએ તેની ૨ વર્ષની દીકરીની હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો છે. બિહારમાં નવીનગરમાં બસતપુર ગામડામાં એક પિતાએ તેની ૨ વર્ષની દીકરીની પછાડીને હત્યા કરી દીધી છે.
આ મામલાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી અને આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી હતી.
૨ વર્ષની દીકરીની હત્યા કરનાર પિતાનું નામ પ્રમોદ રામ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રમોદ અને તેની પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. ત્યારબાદ પ્રમોદ ૨ વર્ષની પોતાની દીકરીને લઈને ઘરેથી ચાલ્યો ગયો હતો અને પ્રાણીઓને બાંધવાના ખીલ્લા પર તેને પછાડી હતી. આ કૃત્યના લીધે બાળકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
ગામમાં સમાચાર ફેલાઈ જતા લોકોની ભીડ એકથી થઇ ગઈ હતી.
પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. પોલીસ અધિકારી સાજીદ હુસૈને જણાવ્યું હતું કે બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. પ્રમોદ અને તેની પત્નીની પણ પુછપરછ કરવામાં આવશે. પૂછતાછ બાદ જ પૂરો મામલાનો ખુલાસો થશે.
