Dharm & Bhakti: આ વર્ષે દેવઉઠી એકાદશી (Devuthi Ekadashi 2026) અત્યંત વિશેષ રહેશે. દેવઉઠી અગિયારસના દિવસે પૂર્વાભાદ્રપદ નક્ષત્ર અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રની સાથે સિદ્ધિ યોગ છે. આ દુર્લભ સંયોગ 3 રાશીઓ માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યો છે.
દર વર્ષે કાર્તિક શુક્લ એકાદશી મનાવવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ (Lord Vishnu) 4 મહિના પછી યોગ નિંદ્રામાંથી જાગૃત થાય છે અને પોતાના ભક્તોનો ઉદ્ધાર કરે છે. આ વર્ષે દેવઉઠી અગિયારસ અત્યંત વિશેષ છે. અમુક લોકો અને જ્યોતિષીઓના અનુસાર 20 નવેમ્બરે દેવઉઠી અગિયારસ મનાવવામાં આવશે જ્યારે વૈષ્ણવ સંપ્રદાયના લોકો શનિવારે 21 નવેમ્બર (21 November 2026)ના રોજ આ પર્વ મનાવશે જેને તુલસી વિવાહ (Tulsi Vivah) પણ કહે છે. જ્યોતિષીઓના મતે 20 નવેમ્બરે દેવઉઠી એકાદશી એક અત્યંત દુર્લભ સંયોગમાં આવી રહી છે.
દેવઉઠી અગિયારસના દિવસે દુર્લભ સંયોગ (Devuthi Ekadashi 2026)
આ દિવસે પૂર્વાભાદ્રપદ નક્ષત્ર અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રની સાથે સિદ્ધિ યોગ છે. આ દુર્લભ સંયોગ 3 રાશિઓ (Zodiac Signs) માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યો છે.

કર્ક રાશિ (Cancer)
કર્ક રાશિના જાતકો માટે દેવઉઠી અગિયારસનો સમય અનુકૂળ હોઈ શકે છે. આ દરમિયાન મનની કોઈ ઈચ્છા પૂર્ણ થવાના સંકેત છે. આર્થિક બાબતોમાં ફાયદો મળી શકે છે. ધન સંલગ્ન સમસ્યાઓથી રાહત મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકો માટે પણ આ ઉત્તમ અવસર છે. નોકરી અંગે કોઈ મોટી ડીલ થવાના સંકેતો છે.
આવકના નવીન સ્ત્રોત ઊભા થઈ શકે છે. આનાથી આર્થિક સ્થિતિ મજબૂત થવાની અપેક્ષા છે. પરિવારમાં સુખદ માહોલ રહેશે. ઘરના સભ્યો સાથે સારો સમય વ્યતીત કરવાનો મોકો મળી શકે છે. સમગ્રતયા આ સમય કર્ક રાશિના જાતકો માટે આ સમય આર્થિક અને પારિવારિક દ્રષ્ટિકોણથી સકારાત્મક રહી શકે છે.

સિંહ રાશિ (Leo)
સિંહ રાશિના જાતકો માટે દેવઉઠી અગિયારસનો સમય ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ દરમિયાન ધન લાભના યોગ પણ બની રહ્યા છે. તમારી યોજનાઓ સફળ બની શકે છે અને કાર્યક્ષેત્રમાં આગળ વધવાના નવીન અવસરો પ્રાપ્ત થઈ શકે છે. તમારા વિલંબિત કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે. આનાથી મનમાં ઉત્સાહ અને સંતોષ વ્યાપેલો રહેશે.
વિવાહ યોગ્ય જાતકો માટે સારી ખબર મળી શકે છે. લગ્નમાં આવી રહેલા વિઘ્નો દૂર થવાના યોગ છે. ઘરમાંથી લગ્ન માટેની મંજૂરી મળી શકે છે. જો કોઈ કાર્ય અંગે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હો તો એમાં ગતિ વધવાની સંભાવના છે. આ સમયે સિંહ રાશિના જાતકો માટે કેરિયર અને અંગત જીવન બંનેમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે.

ધનુ રાશિ (Sagittarius)
ધનુ રાશિના જાતકો માટે આ દેવઉઠી અગિયારસનો સમય કેટલાય મામલે શુભ સંકેતો આપી રહ્યો છે. આ દરમિયાન ભાગ્યનો સાથ મળી શકે છે અને તમારા પ્રયત્નોનું ઉત્તમ પરિણામ મળવાની સંભાવના છે. પરિવારમાં પ્રસન્નતા જળવાઇ રહેશે. ઘરના લોકોની સાથે સંબંધો બહેતર થશે અને પરસ્પર સહયોગ વધી શકે છે.
દોસ્તોની સાથે સંબંધો મજબૂત બનશે અને જરુરતના સમયે એમનો સાથ અને સહયોગ મળી શકે છે. સફળતા મળવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન મહેસૂસ કરશો. આત્મવિશ્વાસ વધશે અને સામાજીક જીવનમાં સક્રિયતા પણ વધશે. આ સમય ધનુ રાશિના જાતકોને એમના લક્ષ્યો તરફ આગળ વધવા માટે પ્રેરિત કરી શકે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
