Dharma & Bhakti/ હિન્દુ ધર્મમાં ચાતુર્માસ બાદ જ કેમ થાય છે લગ્ન અને શુભ પ્રસંગો? વાંચો દેવઉઠી અગિયારસની કથા…

ચાતુર્માસ (Chaturmas) દરમિયાન, એક વ્યવહારિક કારણ એ પણ દર્શાવવામાં આવે છે કે, પ્રાચીન સમયમાં આવવા-જવાના સાધનો સીમિત હતા. વર્ષાઋતુમાં રસ્તાઓ…

Trending Religious Dharma & Bhakti
Chaturmas પછી જ શા માટે લગ્ન વગેરે મંગળ કાર્યો કરવામાં આવે છે? જાણો 2 practical અને religious કારણો!

Dharm & Bhakti: જ્યોતિષાચાર્યોના મતે, ચાતુર્માસ (Chaturmas)ને જપ, તપ, સાધના અને વ્રત માટેનો વિશેષ સમય માનવામાં આવે છે. આ દરમિયાન સાધુ-સંત એક જ સ્થાન પર બેસીને ભગવાનનું ધ્યાન ધરે છે અને ધાર્મિક પ્રવચન આપે છે. આ દરમિયાન ન તો લગ્ન-સગાઈ જેવા મંગળ કાર્યો કરવામાં આવે છે કે ન તો કોઈ મોટા શુભ કાર્ય કરવામાં આવે છે!

આ વર્ષે બે પૈકી એક દિવસે એકાદશી મનાવવામાં આવનાર છે. અમુક પરંપરા અનુસાર 20 નવેમ્બરે અને વૈષ્ણવ પરંપરા અનુસાર 21 નવેમ્બરે આ એકાદશી (Devuthi Ekadashi 2026)નું પર્વ મનાવવામાં આવનાર છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ (Lord Vishnu) યોગનિંદ્રામાંથી બહાર આવે છે. ભગવાન વિષ્ણુના જાગૃત થતાવેંત શુભ કાર્યો પર લાગેલા પ્રતિબંધો દૂર થાય છે અને મંગળ કાર્યોનો પ્રારંભ થાય છે.

ભગવાન વિષ્ણુની દેવશયની એકાદશી (DevShayani Ekadashi) જે અષાઢ શુક્લ અગિયારસે આવે છે ત્યારે ભગવાન યોગનિંદ્રામાં જાય છે. ચાર મહિના આ એ જ અવસ્થામાં રહે છે. આ સમયગાળાને ચાતુર્માસ કહે છે. ચાતુર્માસ દરમિયાન હિન્દુ ધર્મમાં શુભ-મંગળ કાર્યો વર્જીત છે. આ અવધિ સમાપ્ત થયા બાદ જ મંગળ કાર્ય કરી શકાય છે. આવો એની પાછળનું કારણ જાણીએ.

Chaturmas પછી વિષ્ણુને યોગનિંદ્રામાંથી જગાડતા ભક્તો
Chaturmas પછી વિષ્ણુને યોગનિંદ્રામાંથી જગાડતા ભક્તો

ચાતુર્માસ (Chaturmas) દરમિયાન હિન્દુ ધર્મમાં શુભ-મંગળ કાર્યો વર્જીત 

આ દરમિયાન સાધુ-સંત એક જ સ્થાન પર બેસીને ભગવાનનું ધ્યાન ધરે છે અને ધાર્મિક પ્રવચન આપે છે. આ દરમિયાન ન તો લગ્ન-સગાઈ (Marriage, Engagement) જેવા મંગળ કાર્યો કરવામાં આવે છે કે ન તો કોઈ મોટા શુભ કાર્ય કરવામાં આવે છે!

ચાતુર્માસ દરમિયાન એક વ્યવહારિક કારણ એ પણ દર્શાવવામાં આવે છે કે, પ્રાચીન સમયમાં આવવા-જવાના સાધનો સીમિત હતા. વર્ષાઋતુમાં રસ્તાઓ પર યાત્રા કરવી ઘણી કઠિન હતી. આ સંજોગોમાં લગ્ન કે અન્ય મોટા મંગળ કાર્યોનું આયોજન કરવું પણ સરળ નહતુ. આથી વર્ષા ઋતુના આ 4 મહિના લોકો એક જ સ્થાન પર રહીને જપ, તપ અને સાધના કરતા હતા. ચાતુર્માસ સમાપ્ત થયા પછી અને ભગવાન વિષ્ણુના યોગ નિંદ્રામાંથી જાગ્યા બાદ જ દેવઉઠી એકાદશીથી મંગળ કાર્યોની શરુઆત થાય છે. હિન્દુ પરિવારોમાં આજે પણ આ પરંપરા ચાલતી આવી રહી છે.

Devuthi Ekadashi Katha
Devuthi Ekadashi Katha

દેવઉઠી એકાદશી સાથે જોડાયેલી શંખાસુરની કથા (Devuthi Ekadashi Katha) 

દેવઉઠી એકાદશી સાથે જોડાયેલી એક પૌરાણિક કથા પણ છે. કથા અનુસાર, ભગવાન વિષ્ણુએ શંખાસુર (Shankhasur) નામના એક અસુરનો વધ કર્યો હતો. ત્યાર બાદ એ યોગ નિંદ્રામાં ચાલ્યા ગયા હતા. માન્યતા છે કે દેવઉઠી એકાદશીએ ભગવાન વિષ્ણુને જગાડવા, પૂજા-અર્ચના કરવા અને એમની પાસે સુખ-સમૃદ્ધિની કામના કરવાનું વિશેષ મહત્વ છે.

આ પછી કાર્તિક શુક્લ પક્ષની એકાદશીએ ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગ્યા ત્યારે એમના જાગવાની સાથે જ ફરીથી શુભ અને માંગલિક કાર્યોની શરુઆત થઈ. આ જ ધાર્મિક માન્યતા અનુસાર, દેવઉઠી અગિયારસ પર ભગવાન વિષ્ણુને જગાડવા, પૂજા-અર્ચના કરવા અને એમની પાસે સુખ-સમૃદ્ધિની કામના કરવાનું વિશેષ મહત્વ છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: