રાજધાની દિલ્હીમાં G20 સમિટ ચાલી રહી છે,આ વચ્ચે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ચંદ્રયાન-3ના લેન્ડરની તસવીરો શેર કરી છે. આ તસવીરો 6 સપ્ટેમ્બર, 2023ના રોજ ચંદ્રની પરિક્રમા કરી રહેલા ચંદ્રયાન-2ના ડ્યુઅલ-ફ્રિકવન્સી સિન્થેટિક એપરચર રડાર (DFSAR) ઉપકરણ દ્વારા લેવામાં આવી હતી. વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું.

ISROએ તેના નિવેદનમાં માહિતી આપી હતી કે ડીએફએસએઆર ચંદ્રયાન-2 ઓર્બિટર પર લગાવવામાં આવેલ એક મુખ્ય વૈજ્ઞાનિક ઉપકરણ છે. તે L અને S બેન્ડમાં માઇક્રોવેવનો ઉપયોગ કરે છે. આ અદ્યતન ઉપકરણ હાલમાં કોઈપણ ગ્રહોના મિશન પર સૌથી વધુ રિઝોલ્યુશન પોલારિમેટ્રિક તસવીરો આપે છે. ડીએફએસએઆર છેલ્લા ચાર વર્ષથી ચંદ્રની સપાટી પરથી ઉચ્ચ ગુણવત્તાનો ડેટા ટ્રાન્સમિટ કરી રહ્યું છે.
ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ ચંદ્રયાન-3ને મોટી સફળતા મળી હતી. રોવર પ્રજ્ઞાન, જે ચંદ્રના રહસ્યો ખોલી રહ્યું હતું, તે સ્લીપ મોડ છે. પરંતુ વિક્રમ લેન્ડર હજુ પણ સક્રિય છે. તે ચંદ્રની સપાટી પર કૂદકો મારી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ દિવસ માટે ઈસરોએ અગાઉ વિક્રમ લેન્ડર તૈયાર કર્યું હતું. હવે ISRO પણ વિક્રમ લેન્ડરની આ ક્રિયાને સામાન્ય લોકો સાથે શેર કરી રહ્યું છે. ઈસરોએ વિક્રમ લેન્ડરનો એક વીડિયો પણ શેર કર્યો હતો.
આ પણ વાંચો: G20 Summit/ દિલ્હીમાં આયોજિત ‘G20 સમિટ’નો ખર્ચ કોણ ઉઠાવે છે ?
આ પણ વાંચો: G20 માં સામેલ થયું આફ્રિકન યુનિયન/ ઘોષણા બાદ યુનિયન લીડરને લેવા પહોંચ્યા જયશંકર, પીએમ મોદીએ લગાવ્યા ગળે
આ પણ વાંચો: India Vs Bharat વિવાદ/ તો શું ખરેખર નામ બદલાશે? પીએમ મોદીના ટેબલ પર ‘ઇન્ડિયા’ને બદલે જોવા મળ્યું ‘ભારત’
