Diwali 2026: દિવાળીનું પાવન પર્વ સમાપ્ત થયા બાદ ઘણા બધાના ઘરમાં મોટી માત્રામાં માટીના દીવા, ફૂલ અને મમરા-પતાસા વધે છે. આમાં મમરા અને પતાસાને તો લોકો પ્રસાદના રુપે ગ્રહણ કરે છે પરંતુ બાકીની વસ્તુઓને વિચાર્યા કર્યા વિના કચરામાં ફેંકી દે છે. ધર્મ શાસ્ત્રોમાં આમ કરવાનું શુભ માનવામાં નથી આવતું. જો તમે પણ દિવાળીના દીવા અને અન્ય વધેલી પૂજા સામગ્રી અંગે અસમંજસની સ્થિતિમાં છો તો એમનુ શું કરવું એના યોગ્ય નિયમો જાણી લો…
દિવાળી બાદ બળેલા માટીના દીવાનું શું કરશો? (What to do with burned lamps after Diwali 2026)
1. દીવાને ફરીથી વાપરો
માટીના દીવડા (Clay Lamps)ને ફેંકવા નહિં પરંતુ એને પાણીથી સાફ કરીને સૂકવી લેવા અને સંભાળીને રાખવા. આ દીવાનો ઉપયોગ તમે દેવઉઠી અગિયારસ, દેવ દિવાળી (કાર્તિક પૂર્ણિમા)ના દિવસે પણ વાપરી શકો છો.
2. માટીમાં દબાવી દો
જો તમે દીવાનો વપરાશ ન કરવા માગતા હો તો એમને બગીચાની માટીમાં દબાવી દેવા.

3. છોડ માટે ખાતર બનાવો
જો તમારા દીવા તૂટી ગયા હોય તો એમને બારીક વાટીને કૂંડા અથવા તો બગીચાની માટીમાં મિક્સ કરી દેવા. એવું કહે છે કે આ માટીની જળ ધારણ ક્ષમતાને બહેતર બનાવે છે.
4. સ્વચ્છ જળમાં પ્રવાહિત કરો
દિવાળી પછી જો તમે દીવાનો પ્રયોગ કરવા ન માગતા હો તો એમને સાફ-સ્વચ્છ નદીના જળમાં પ્રવાહિત કરી શકો છો.
દિવાળીના દીવા વિષયક આ ભૂલો ન કરવી
1. દીવડાને આમ-તેમ જમા કરીને ન રાખવા.
2. દીવાને ભૂલથીયે કચરા (Dustbin)માં ન ફેંકવા.
3. દીવાને સંભાળીને કોઈ સ્વચ્છ જગ્યા પર રાખી દેવા.
4. જો નદી, તળાવ આસપાસ ન હોય તો દીવાને પીપળા કે વડના ઝાડ પાસેની માટીમાં દબાવી દેવા.
5. દીવામાં બચેલી રાખ અને બળેલી વાટને કોઈ સાફ કૂંડા કે ઝાડ નીચેની માટીમાં દબાવી દેવી.
6. જો દીવામાં ઘી બચી ગયું હોય તો આગલા દિવસે દીવામાં વાપરી શકાય છે.
7. દીવામાં બચેલું તેલ એક અલગ વાડકીમાં કે વાસણમાં એકત્ર કરી લો. ત્યાર બાદ આ તેલને કોઈ પીપળાના ઝાડ નીચે મૂકી દેવું.

8. પૂજામાં ચડાવેલા તાજા ફૂલ, આંબા કે આસોપાલવના પાંદડા (Flowers and Asopalav Toran)ને અને માળાને કચરામાં જરા પણ ન ફેંકવા. એમને કોઈ કૂંડામાં અને કમ્પોસ્ટ બીનમાં નાખી દેવા. કેટલાક દિવસો પછી એ જૈવિક ખાતર બની જશે.
9. આ ફૂલો કે માળા અને પાંદડાને તમે વહેતી નદીમાં પણ પ્રવાહિત કરી શકો છો અથવા પીપળા અને વડના ઝાડ પાસેની માટીમાં દબાવી દેવી.

10. પૂજામાં ચડાવેલા મમરા અને પતાસાને ફેંકવા નહિં પણ એમને પરિવારના સભ્યોમાં વહેંચી દેવા અથવા તો પક્ષીઓ અને કીડીઓ માટે વૃક્ષ નીચે મૂકી દેવા.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: વર્ષ 2027માં આ રાશિઓ પર શરુ થશે સાડા સાતીનું કષ્ટદાયક ચરણ… જાણો શનિ પ્રકોપથી મુક્તિના ઉપાય!
આ પણ વાંચો: ભાઈને તિલક કરવાનું સૌથી યોગ્ય મુહૂર્ત કયું છે? જાણો શુભ મુહૂર્ત અને નિયમ…
આ પણ વાંચો: ભાઈ બીજ…10 કે 11 નવેમ્બરે? જાણો સાચી તારીખ અને તિલક કરવાનું શુભ મુહૂર્ત!
