Bhai Beej 2026/ ભાઈને તિલક કરવાનું સૌથી યોગ્ય મુહૂર્ત કયું છે? જાણો શુભ મુહૂર્ત અને નિયમ…

હિન્દુ ધર્મનો એક પ્રમુખ તહેવાર છે ભાઈ બીજ (Bhai Beej 2026) જેનાથી પંચ દિવસીય દિવાળી પર્વનું સમાપન થાય છે. સંસારમાં એક જ સંબંધ એવો છે જે સ્ત્રી-પુરુષને…

Trending festival Religious Dharma & Bhakti
Bhai Beej 2026...આ special તહેવારે ભાઈને ભાવથી તિલક કરવાનું auspicious મુહૂર્ત!

Bhai Beej 2026: પ્રતિવર્ષ કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વિતિયા તિથિએ ભાઈ બીજનું પર્વ (Bhai Beej 2026 Festival) મનાવવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈઓને તિલક કરીને એમના લાંબા આયુષ્ય અને પ્રસન્ન જીવનની કામના કરે છે. જ્યારે ભાઈ પોતાની બહેનોની રક્ષા કરવાનું વચન અને ભેટ-સોગાદ આપે છે. ભાઈ બીજને ભૈયા દૂજ, ભાઉ બીજ, ભ્રાતૃ દ્વિતિયા અને ભરદુતિયા જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે ભાઈ બીજ 11 નવેમ્બર 2026ના રોજ મનાવવામાં આવશે. તો ચાલો જાણીએ ભાઈને તિલક લગાવવાનું શુભ મુહૂર્ત…

ભાઈ બીજનું મહત્વ (Importance of Bhai Beej)

શાસ્ત્રો અનુસાર, જે બહેનો આ શુભ અવસર પર પોતાના ભાઈઓને ભોજન કરાવે છે એમને અખંડ સૌભાગ્યવતી રહેવાનો આશીર્વાદ મળે છે. આ દિવસે બહેનોના ઘરે ભોજન કરવાથી ભાઈઓને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. આથી ભાઈ બીજના દિવસે બહેનો પોતાના ભાઈઓ માટે પ્રેમથી ભોજન બનાવે છે અને એમને પોતાના હાથેથી ભોજન પીરસે છે.

ભાઈ બીજ (Bhai Beej) એ દિવાળી (Diwali 2026)ના પંચ દિવસીય તહેવારનો આખરી દિન ગણાય છે આ દિવસે દિવાળીના પંચોત્સવનું સમાપન ગણાય છે. આમ જોઇએ તો છેક દેવ દિવાળી (Dev Diwali) સુધી આ તહેવાર મનાવવામાં આવે છે. ઘણા લોકો દેવદિવાળી સુધી દીવા (Lamp) મૂકે છે, સૌ એક બીજાના ઘરે જાય છે અને આનંદ કરે છે. પરંતુ, રક્ષાબંધન (Rakshabandhan)ની જેમ જ ભાઈ બીજનો તહેવાર ભાઈ-બહેન (Brother-Sister Love)ના પવિત્ર પ્રેમનું પ્રતીક ગણાય છે.

હિન્દુ ધર્મનો એક પ્રમુખ તહેવાર છે ભાઈ બીજ જેનાથી પંચ દિવસીય દિવાળી પર્વનું સમાપન થાય છે. સંસારમાં એક જ સંબંધ એવો છે જે એક સ્ત્રી અને એક પુરુષને એવા પાવન સંબંધથી જોડે છે જેની કોઇ તુલના જ ન થઇ શકે! કાર્તિક માસના શુક્લ પક્ષની બીજના દિવસે આ સંબંધ ઓર દ્રઢ થાય છે જ્યારે ભાઈ બીજ (Bhai Beej 2026) મનાવવામાં આવે છે.

ભાઈ બીજ 2026ના તિલકનો સમય (Bhai Beej 2026 Tilak Mahurat)

જ્યોતિષ પંચાંગ અનુસાર, કાર્તિક શુક્લ પક્ષની દ્વિતિયા તિથિનો પ્રારંભ 10 નવેમ્બરે બપોરે 2 વાગ્યે થશે. દ્વિતિયા તિથિનું સમાપન 11 નવેમ્બરે બપોરે 3 વાગીને 53 મિનિટે થશે. ભાઈ બીજના દિવસે ભાઈઓને તિલક અર્થાત્ ચાંદલો કરવાનું શુભ મુહૂર્ત 11 નવેમ્બરે  બપોરે 1 વાગીને 10 મિનિટથી બપોરે 3 વાગીને 20 મિનિટ સુધીનું રહેશે. આ મુહૂર્તમાં બહેનો પોતાના ભાઈઓને ભાલ પર તિલક લગાવી શકે છે.

Bhai Beej 2026-Yamuna Snan
Bhai Beej 2026-Yamuna Snan

ભાઈ બીજના દિવસે યમુનામાં સ્નાન કેમ કરવામાં આવે છે?

કાર્તિક માસના શુક્લ પક્ષની બીજના દિવસે આ સંબંધ ઓર દ્રઢ થાય છે જ્યારે ભાઈ બીજ (Bhai Beej 2026) મનાવવામાં આવે છે. ભાઈ બીજને યમ દ્વિતિયાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે યમુના (Yamuna River)માં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. પૌરાણીક માન્યતાઓ અનુસાર, આ દિવસે યમુનામાં સ્નાન કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે અને આયુષ્ય તથા ધનની વૃદ્ધિ થાય છે. આ દિવસે જે ભાઈ પોતાની બહેનના ઘરે જઇને તિલક કરાવે છે એ યમલોકના ભયથી મુક્ત રહે છે અને દીર્ઘાયુ પ્રાપ્ત કરે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, કાર્તિક શુક્લ પક્ષની બીજ તિથિએ યમુનાએ પોતાના ભાઈ યમને પોતાના ઘરે ભોજન માટે આમંત્ર્યા હતા આથી આ દિવસને યમ દ્વિતિયા પણ કહે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈઓને તિલક કરે છે અને એમની લાંબી ઉંમર માટે કામના કરે છે. ભાઈ આ શુભેચ્છાને વળતી ભેટ-સોગાદ આપીને હંમેશા રક્ષા કરવાનું વચન આપે છે.

Bhai Beej 2026- ભાઈને બહેન ભોજન કરાવે છે
Bhai Beej 2026- ભાઈને બહેન ભોજન કરાવે છે

ભાઈને તિલક લગાવતી વખતે આટલી વાતોનું ધ્યાન રાખો

1. પૂજાને બાજોઠ કે આસન ઉત્તર-પૂર્વમાં રાખવું.

2. ભાઇનું મોં તિલક કરતી વખતે ઉત્તર અથવા ઉત્તર-પશ્ચિમમાંથી એક દિશામાં હોવું જોઇએ.

3. બહેનનું મુખ ઉત્તર-પૂર્વ અથવા પૂર્વમાં હોવું જોઇએ.

4. ભાઈ બીજના દિવસે ભાઇએ બહેનને ઉપહાર સ્વરુપે કશુંક ને કશુંક અવશ્ય આપવું.

5. ભાઈએ પોતાની બહેનના ઘરે ભોજન અવશ્ય કરવું.

6. રાહુકાળ દરમિયાન ભાઈને ભૂલથી પણ તિલક ન લગાવવું.

7. ક્યારેય પણ ભાઈ બીજના દિવસે સૂર્યાસ્ત બાદ ભાઈને તિલક ન કરવું, આમ કરવું શુભ માનવામાં નથી આવતું.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: ભાઈ બીજના દિવસે આ ભૂલો કરવાનું ટાળો, ભાઈ-બહેનના સંબંધ બનશે મજબૂત

આ પણ વાંચો: ભાઈ બીજ ઉજવણીનું મહાત્મ્ય અને કથા શું છે? વાંચો…યમ દેવ ઈચ્છાપૂર્તિ કરશે..!

આ પણ વાંચો: ભાઈ બીજ…10 કે 11 નવેમ્બરે? જાણો સાચી તારીખ અને તિલક કરવાનું શુભ મુહૂર્ત!