મુંબઈ,
TV શો “કોફી વિથ કરણ” માં મહિલાઓ પર કરાયેલી અભદ્ર ટિપ્પણી કરવા મામલે ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાને પહેલેથી જ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યા છે, ત્યારબાદ હવે આ ઓલરાઉન્ડર ખેલાડીને વધુ એક ઝટકો લાગ્યો છે.
મુંબઈના પ્રસિદ્ધ ખાર જિમખાના ક્લબ દ્વારા હાર્દિક પંડ્યાની મેમ્બરશિપ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કલબના સંયુક્ત સચિવ ગૌરવ કપડિયાએ આ જાણકારી આપી હતી.
Gaurav Kapadia, Joint Secretary of Khar Gymkhana: Khar Gymkhana in Mumbai yesterday revoked Hardik Pandya's honorary membership. (File pic: Hardik Pandya) pic.twitter.com/qlxGmMM3yU
— ANI (@ANI) January 15, 2019
તેઓએ જણાવ્યું હતું કે, “ક્લબના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર ઘણી મહિલા સભ્યોએ પંડ્યાની વિરુધ કાર્યવાહી કરવા માટેનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ આ મુદ્દે મેનેજિંગ કમિટી દ્વારા એકમત થઈને હાર્દિક પંડ્યાની સભ્યતા રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે
હાર્દિક પંડ્યાને ગત વર્ષે ઓક્ટોમ્બરમાં જ ૩ વર્ષ માટે આ ક્લબ દ્વારા મેમ્બરશિપ આપવામાં આવી હતી.
આ પહેલા ખાર જિમખાના ક્લબ દ્વારા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, ટેનિસ ખેલાડી લિએનન્ડર પેશ અને મહેશ ભૂપતિ, સાનિયા મિર્ઝા તેમજ બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલને સભ્યતા આપવામાં આવી છે.
શું છે આ મામલો ?
અત્રે ઉલ્લેખનીય છે કે, આ TV શોમાં પંડ્યાને પૂછવામાં આવ્યું કે, ક્લબમાં મહિલાઓના નામ શા માટે પૂછતા નથી, ત્યારે તેઓએ કહ્યું, “હું તેઓને જોવા માંગું છું કે, તેઓની ચાલ ઢાલ કેવી છે. હું થોડો આ પ્રકારનો જ છું, જેથી મારે એ જોવું હોઈ છે કે તેઓ કયા પ્રકારનો વર્તાવ કરે છે”.

જો કે ત્યારબાદ “કોફી વિથ કરણ” શો પર હાર્દિક પંડ્યાની ટિપ્પણીની ખુબ આલોચનાઓ કરવામાં આવી રહી છે, જ્યાં તેઓએ “સેક્સિસ્ટ” ગણાવ્યું હતું. જો કે ત્યારબાદ પંડ્યાએ પોતાની ટિપ્પણીઓને લઈ માફી માંગી હતી અને કહ્યું, “આ શોના હિસાબથી ભાવનાઓ વહી ગયા હતા.
