Rajkot News/ રાજકોટમાં રસ્તા પરના ખાડાથી પ્રજા ત્રાહિમામ, ભાજપને ઢગલો મત આપ્યા પણ કોઈ ફરકતું નથી

દરરોજ અહીંથી પસાર થતા 20,000થી વધુ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

Rajkot Top Stories Gujarat

Rajkot News :  રાજકોટમાં એક તરફથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે તો બીજી તરફ રાજકોટ શહેરના વગડ ચોકડી આસપાસ રહેતા સ્થાનિકો દ્વારા ‘ખાડા પૂરો મદદ સદસ્યતા અભિયાન’ની શરૂઆત કરવામાં આવી છે. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે, વરસાદ રહી ગયાના 5 દિવસ બાદ પણ દોઢ ફૂટથી મોટા ખાડા પડેલા છે. વોર્ડ નંબર 11માં આવતા આ વિસ્તારમાંથી ભાજપને સૌથી વધુ મત મળ્યા છે. તેમ છતાં પણ અહીં ખરાબ રસ્તાઓ છે. જેને કારણે દરરોજ અહીંથી પસાર થતા 20,000થી વધુ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં આસપાસનાં ખેતરો અને વાડીઓનું પાણી બહાર નીકળ્યું છે. વગડ ચોકડી પાસેનો રસ્તો પણ નીચો છે અને ખાડા પડતા વરસાદી પાણી કાયમી ભરાયેલું રહે છે. જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

વગડ ચોકડી પરથી પસાર થતા પડતાં પડતાં રહી ગયેલાં નેહલબેને જણાવ્યું હતું કે, અમે સુવર્ણ સોસાયટીમાં રહીએ છીએ. દરરોજની આ જ સમસ્યા છે. શાક માર્કેટમાં શાક લેવા કે કરિયાણું લેવા બહાર નીકળવું હોય તો દરરોજ વગડ ચોકડીથી જ પસાર થવું પડે છે. જો કે, અહીં રસ્તા ઉપર ઊંડા ખાડા છે અને અહીં પાણી ભરેલાં છે જેને કારણે દરરોજ ખાડામાં પડી જવાથી અકસ્માતો સર્જાય છે આજે હું પણ પડતાં પડતાં બચી ગઈ. મોટા ખાડામાં પાણી ભરાયેલાં હોવાથી વાહનો પણ બંધ થઈ જાય છે. વગડ ચોકડી પરથી પસાર થતા પડતાં પડતાં રહી ગયેલાં નેહલબેને જણાવ્યું હતું કે, અમે સુવર્ણ સોસાયટીમાં રહીએ છીએ.

દરરોજની આ જ સમસ્યા છે. શાક માર્કેટમાં શાક લેવા કે કરિયાણું લેવા બહાર નીકળવું હોય તો દરરોજ વગડ ચોકડીથી જ પસાર થવું પડે છે. જો કે, અહીં રસ્તા ઉપર ઊંડા ખાડા છે અને અહીં પાણી ભરેલાં છે જેને કારણે દરરોજ ખાડામાં પડી જવાથી અકસ્માતો સર્જાય છે આજે હું પણ પડતાં પડતાં બચી ગઈ. મોટા ખાડામાં પાણી ભરાયેલાં હોવાથી વાહનો પણ બંધ થઈ જાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મવડી-વગડ ચોકડી રોડ પરથી શાપર વેરાવળ, લોઠડા, રાવકી સહિતના ઇન્ડસ્ટ્રિયલ ઝોન સુધી જઈ શકાય છે. દરરોજ અહીંથી 20,000થી વધુ લોકો પસાર થાય છે. જેને લીધે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો મ્યુનિસિપલ કમિશનર ખુદ અહીં મુલાકાત લેવા માટે નહીં આવે અને ખાડાઓ નહીં બૂરાય તો વગડ ચોકડી ખાતે ચક્કાજામ કરવામાં આવશે અને જ્યાં સુધી રસ્તો રિપેર ન થાય ત્યાં સુધી અમે અહીં ચક્કાજામ કરીશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર કચ્છમાં લમ્પી રોગચાળાએ ઉચક્યું માથું, પશુપાલકોમાં ફફડાટ

આ પણ વાંચો: ગુજરાતના મોટાભાગના જિલ્લામાં રીસ્ટોરેશન કામગીરી ,સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને અપાયું પ્રાધાન્ય

આ પણ વાંચો: કોરોના બાદ સ્વાઇન ફ્લૂનો કહેર, અમદાવાદમાં એક મહિનામાં 10 દર્દીનાં મોત