Not Set/ GPSCની પરીક્ષા 45% ઉમેદવારો સાથે પૂર્ણ , પેપરો લેંધી હોવાની વિદ્યાર્થીઓની રાવ

બસ સેવા બંધ હોવાને કારણે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી ન પહોચી શક્યા ના હોવાની પણ ફરિયાદો સામે આવી છે.

Gujarat Others Trending

@જય પટેલ, અમદાવાદ 

ગુજરાત રાજ્યમાં વકરતા કોરોના વચ્ચે આજે GPSC ની પરીક્ષા 45% ઉમેદવારો સાથે પૂર્ણ થી છે. જયારે  પેપરો લેંધી હોવાની વિદ્યાર્થીઓની રાવ જોવા મળી છે. તો કોરોના ના વધતા કેસો વચ્ચે બસ સેવા બંધ હોવાને કારણે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી ન પહોચી શક્યા ના હોવાની પણ ફરિયાદો સામે આવી છે.

આખરે એક વર્ષ ના લાંબા વિરામ બાદ આજે જીપીએસસી ની પરીક્ષા પૂર્ણ થઈ છે. 8 મહાનગરો સાથે 32 જિલ્લાના 835 કેન્દ્રો પર પરીક્ષા નું આયોજન કરાયું હતું. જેમાં 2.20 લાખ ઉમેદવારો નોંધાયા હતા. પરંતુ એક વર્ષ ના લાંબા અંતરાલ બાદ ઉમેદવારોની પાંખી સંખ્યા રહી હતી. ત્યારે આજે પરીક્ષા આપી કેન્દ્ર બહાર આવેલ વિદ્યાર્થીઓના મતે પેપર લેંધી રહ્યું હતું, જોકે જેમણે તૈયારી કરી હતી એમના માટે પેપર સરળ હતું.

કોરોના કાળ વચ્ચે શરૂઆતમાં આ પરીક્ષા ન લેવાય એ માંગ ઉમેદવારો એ કરી હતી.  પરંતુ ગુજરાત વહીવટી સેવા વર્ગ – 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2 તેમજ નગર પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે હાલ પરીક્ષા લેવી જરૂરી હોવાને કારણે સરકારે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય ટાળ્યો અને પરીક્ષા લેવાઈ.  પરંતુ પરીક્ષા માં ઉમેદવારો ની સંખ્યા 50 % થી પણ ઓછી નોંધાઈ હતી , ત્યારે આ મામલે વિદ્યાર્થીઓનો દાવો હતો કે કોરોના ને કારણે બસ સેવા બંધ રહેવાથી ઘણા ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર સુધી પહોચી શક્યા નોહતા.