Not Set/ ચાણોદમાં જોવા મળ્યું “નર્મદા”નું રોદ્ર રૂપ, નદી બે કાંઠે, સરદાર સરોવર છલોછલ

મધ્ય પ્રદેશમાંથી અસ્ખલિત વહેતી, મધ્ય પ્રદેશ અને ગુજરાતને ચીરી ભરૂચનાં સાગરકાંઠે દરિયામાં વિલીન થતી, ગુજરાતની જીવાદોરી સમી નર્મદા નદીમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદનાં કારણે હાલ ઓમકારેશ્વર પર આવેલા નર્મદા નદી પરનાં ડેમનાં પાટીયા ખોલવામાં આવતા, પાણીની અવકમાં અવિરત વધારો જોવામાં આવી રહ્યો છે. પાણીનું લેવલ એટલી હદે વધી જવા […]

Top Stories Gujarat Others

મધ્ય પ્રદેશમાંથી અસ્ખલિત વહેતી, મધ્ય પ્રદેશ અને ગુજરાતને ચીરી ભરૂચનાં સાગરકાંઠે દરિયામાં વિલીન થતી, ગુજરાતની જીવાદોરી સમી નર્મદા નદીમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદનાં કારણે હાલ ઓમકારેશ્વર પર આવેલા નર્મદા નદી પરનાં ડેમનાં પાટીયા ખોલવામાં આવતા, પાણીની અવકમાં અવિરત વધારો જોવામાં આવી રહ્યો છે. પાણીનું લેવલ એટલી હદે વધી જવા પામ્યું છે કે, ડભોઇનાં ચાણોદમાં નર્મદાજીનું રોદ્વ રૂપ જોવા મળી રહ્યું છે. નદી બે કાંઠે વહી રહી છે,  ચાણોદનો મલ્હારરાવ ઘાટ નર્મદાનાં ધસમસતા પાણીમાં ડૂબ્યો છે.

નર્મદાજીનાં રોદ્વ રૂપનાં દર્શન થતા, તંત્ર એલર્ટ પર આવી ગયું છે. તંત્ર દ્વારા એલર્ટ સાયરન વગાડી દેવામાં આવ્યું છે. તો સાથે સાથે નર્મદા કિનારાનાં ગામોને પણ સાબદા કરી દેવામાં આવ્યા છે. એલર્ટ જાહેર કરવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહી રહીની વાત ફેલાઇ જાતા કુુતુહલવસ લોકો નર્મદાને બે કાંઠે જોવામાં માટે ટોળા ટોળામાં આવી રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. જો કે, તંત્ર દ્વારા નર્મદામાં ભારે પાણીની આવકની સાથે સાથે નોંધવામાં આવી રહેલા વધારાને કારણે  કરનાળી,ચાણોદ, નંદેરિયા ગામોને એલર્ટ કરાયા છે.

આ તરફ પાણીની ભારે આવકના કારણે નર્મદા પરનાં સરદાર સરોવર ડેમમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક જોવામાં આવી રહી છે. નર્મદા ડેમની જળ સપાટી સર્વોચ્ચ 134.08 મીટર પહોંચી ગઇ છે. નર્મદા ડેમમાં પાણીની આવક 460713 ક્યુસેક હોવાનાં કારણે  ડેમનાં 23 દરવાજા ખોલી નંખાયા છે. હાલ 40396 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાવામાં આવી રહ્યું છે. પાણીનો લાઈવ સ્ટોરેજ 4263 મિલીયન ક્યુબીક મીટર પહોંચી ગયો છે. તો પાણી છોડવામાં આવતા સરદાર સરોવર ડેમ બાદ નર્મદા નદીની જળ સપાટી 28.40 ફૂટે પહોંચી છે. આપને જણાવી દઇએ કે હાલ નર્મદા નદી તેની ભયજનક સપાટીથી પણ 4 ફૂટ ઉપર વહી રહી છે. નર્મદા નદીકાંઠાનાં 20 ગામોને એલર્ટ પર મુકવાની સાથે સાથે તંત્ર પર સાબદું થઇ ગયું છે.

જુઓ નર્મદા – સરાદાર સરોવર ડેમનો આ નજારો મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.