Not Set/ સૌરાષ્ટ્ર યુનિવેર્સિટીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય : જાતીય સતામણી રોકવા કર્યું કાઇ આવું….

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જાતિય સતામણીના કિસ્સાને લઈને અવાર નવાર ચર્ચામાં આવતી રહે છે. જે યુનિવર્સિટીને છબીને ખરડી રહી છે. હવે યુનિવર્સિટી સત્તા વાળા દ્વારા આ દૂષણ ને નાથવા માટે કેટલાક અગત્યના પગલાં ભરવામાં આવ્યા છે. જે અન્વયે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હવે તમામ અધ્યાપકોની ચેમ્બરમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવશે. જે-તે ભવનના વડા જ સીસીટીવીનું મોનિટરિંગ […]

Gujarat Rajkot
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જાતિય સતામણીના કિસ્સાને લઈને અવાર નવાર ચર્ચામાં આવતી રહે છે. જે યુનિવર્સિટીને છબીને ખરડી રહી છે. હવે યુનિવર્સિટી સત્તા વાળા દ્વારા આ દૂષણ ને નાથવા માટે કેટલાક અગત્યના પગલાં ભરવામાં આવ્યા છે. જે અન્વયે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હવે તમામ અધ્યાપકોની ચેમ્બરમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવશે. જે-તે ભવનના વડા જ સીસીટીવીનું મોનિટરિંગ કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરો સામે સતત લાગેલા આરોપો બાદ યુનિવર્સિટીએ આ નિર્ણય લીધો છે. 

નોધનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની સાથે જાતિય સતામણીના 4 કિસ્સા સામે આવ્યા છે. જેને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પ્રોફેસરોની ચેમ્બરમાં CCTV કેમેરા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાતિય સતામણીના કેસમાં કુલપતિ દ્વારા પ્રોફેસર વિક્રમ વાંકાણી, ભગીરથસિંહ રાઠોડ અને ક્લાર્ક પૃથ્વીરાજસિંહ રાણાને તાત્કાલિક અસરથી છુટા કરવામાં આવ્યા હતા. 2 પ્રોફેસર અને 1 ક્લાર્ક શારીરિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા હતા. 2 પ્રોફેસરો અને 1 ક્લાર્ક વિદ્યાર્થીનીઓને જાતીય સતામણી કરે છે તેવી યુનિવર્સિટીને અરજી મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.