Panchmahal Mining Mafia : પંચમહાલ જિલ્લામાં ખનીજ ચોરીના ધંધામાં સંકળાયેલા તત્વો ફરી સક્રિય બન્યા હોવાની ચિંતાજનક માહિતી સામે આવી છે. મળતી વિગતો મુજબ ખનન માફિયા (Mining Mafia)ઓ હવે ગેરકાયદે પ્રવૃત્તિઓ બચાવવા માટે નવી ટેક્નિક અપનાવી રહ્યા છે, જેમાં સરકારી અધિકારીઓની હિલચાલ, વાહનો અને લોકેશન પર સતત નજર રાખવામાં આવી રહી છે.
તાજેતરમાં અધિકારીઓના ચોક્કસ લોકેશન અને અવરજવર અંગેની માહિતી આપતી એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેના કારણે વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
ખનન માફિયા (Mining Mafia)ઓની અધિકારી પર નજર
માહિતી અનુસાર, કોઈપણ અધિકારી ઓફિસમાંથી બહાર નીકળે તે પહેલાંથી ખનન માફિયા (Mining Mafia)ઓને તેમની હિલચાલ પર નજર રાખવામાં આવે છે. કયા સમયે, કયા રૂટ પરથી અધિકારીઓ પસાર થશે તેની રેકી કરવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે, જે કાયદો-વ્યવસ્થાની દ્રષ્ટિએ ગંભીર ચિંતાનો વિષય છે.

ગોપનીય વોટ્સએપ ગ્રુપમાં શેર થાય છે માહિતી
ગોધરા અને કાલોલ વિસ્તારના માર્ગો, સમય અને લોકેશન અંગેની વિગતો ગોપનીય વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવી રહી હોવાની પણ માહિતી મળી છે. આ ગ્રુપ મારફતે ખનન માફિયા (Mining Mafia)ઓને અગાઉથી એલર્ટ મળી જતા અચાનક ચેકિંગ પહેલાં જ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરી દેવામાં આવે છે.
સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને પડકાર
આ સમગ્ર મામલાને કારણે ખનીજ ચોરી ઉપરાંત સરકારી અધિકારીઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વહીવટી તંત્ર હવે આ પ્રકારની પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે વધુ કડક કાર્યવાહી અને ટેક્નિકલ તપાસ કરવાની ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો: SOG દ્વારા ખનીજ ચોરી પર તવાઈ: 13 વાહનો જપ્ત, કરોડોનો મુદ્દામાલ ઝડપાયો
આ પણ વાંચો: પાટણમાં ભૂમાફિયાઓ સામે ખાણ-ખનીજ વિભાગે લાલ આંખ કરી
આ પણ વાંચો: ભૂમાફિયાઓ સામે સખ્ત કાર્યવાહી, ખનીજ ચોરીના 2 કેસમાં 60 લાખનો મુદ્દામાલ જપ્ત
