Mumbai News : મુંબઈમાં ગઈકાલે રાત્રે પંજાબી ગાયક એપી ઢિલ્લોનનો ભવ્ય કોન્સર્ટ યોજાયો હતો, જેમાં બોલિવૂડ અને એન્ટરટેઇનમેન્ટ જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. સંજય દત્ત, મુનાવર ફારૂકી, મનારા ચોપરા સહિત અનેક સેલિબ્રિટીઓએ કોન્સર્ટનો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમમાં અભિનેત્રી તારા સુતારિયા (tara sutaria) પણ તેના બોયફ્રેન્ડ અને અભિનેતા વીર પહાડિયા સાથે હાજર રહી હતી. જોકે, કોન્સર્ટ દરમિયાન બનેલી એક ઘટના બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
કોન્સર્ટ દરમિયાન એપી ઢિલ્લોને તારા સુતારિયા (tara sutaria) ને સ્ટેજ પર આવવા આમંત્રણ આપ્યું હતું. કાળા રંગના સ્ટાઇલિશ ડ્રેસમાં સજ્જ તારા સુતારિયા સ્ટેજ પર પહોંચતાં જ એપી ઢિલ્લોને તેને ગળે લગાવી અને તેના ગાલ પર ચુંબન કર્યું. આ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ અને થોડા જ સમયમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ બાદ તારા અને એપી ઢિલ્લોન સ્ટેજ પર સાથે ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા. બંને વચ્ચેનો હળવો મજાક અને ડાન્સ જોઈને દર્શકોમાં ઉત્સાહ વધ્યો હતો.
વીર પહાડિયા જોતો રહી ગયો

પરંતુ આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચામાં વીર પહાડિયાની પ્રતિક્રિયા આવી છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે જ્યારે તારા સુતારિયા (tara sutaria)સ્ટેજ પર જાય છે, ત્યારે વીર નીચે ઊભો રહીને તેને જોતો રહે છે. એપી ઢિલ્લોન દ્વારા તારાને કિસ કરવામાં આવતા વીરના ચહેરાના ભાવ બદલાતા દેખાય છે. જો કે તે ગીત પર લિપ-સિંક કરતો અને મોજ માણતો દેખાય છે, છતાં તેની નજર અને હાવભાવને લઈ સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ અર્થ કાઢી રહ્યા છે.
વીરની પ્રતિક્રિયા પર યુઝર્સે પ્રતિક્રિયા આપી
વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનો પૂર આવી ગયો. ઘણા યુઝર્સે કહ્યું કે વીર પહાડિયા આ બધું જોઈને અસ્વસ્થ લાગતો હતો. એક યુઝરે લખ્યું, “આ બિચારો સ્પષ્ટ રીતે અણગમો અનુભવતો દેખાય છે.” તો બીજા યુઝરે કહ્યું, “તેના ચહેરા પર ખુશી કરતાં ડર વધુ દેખાય છે.” કેટલાક લોકોએ વીરને સાંત્વના આપતા કોમેન્ટ કરી અને તેને ‘ગરીબ વીર’ કહીને સંબોધ્યો. જોકે, કેટલાક યુઝર્સે આ સમગ્ર ઘટનાને સામાન્ય ગણાવી અને કહ્યું કે સ્ટેજ પર આવી ઘટનાઓ થવી સહજ છે.

બીજી તરફ, કેટલાક યુઝર્સે તારા સુતારિયા (tara sutaria)ના વર્તન પર પણ સવાલ ઉઠાવ્યા છે. કેટલાકે દાવો કર્યો કે તારા સુતારિયા (tara sutaria) એપી ઢિલ્લોન સાથે ફ્લર્ટ કરતી જણાઈ રહી હતી, જ્યારે કેટલાકે આ ઘટનાને ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ સાથે જોડીને મજાક પણ કરી. જોકે, આ બધું માત્ર સોશિયલ મીડિયા પરની ચર્ચા છે અને તારા અથવા વીર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે તારા સુતારિયા (tara sutaria)અને વીર પહાડિયા હાલ બી-ટાઉનના સૌથી ચર્ચિત અને હોટ કપલ્સમાં ગણાય છે. તારાએ આ વર્ષે ઓગસ્ટમાં ઇન્સ્ટાગ્રામ પર વીર સાથેના પોતાના સંબંધોને જાહેર કર્યા હતા. ત્યારથી બંને ઘણીવાર સાથે ઇવેન્ટ્સ અને પાર્ટીમાં જોવા મળે છે. એપી ઢિલ્લોનના કોન્સર્ટમાં બનેલી આ ઘટના બાદ હવે તેમના સંબંધોને લઈ પણ ચર્ચા તેજ બની છે. હવે જોવાનું રહેશે કે આ વાયરલ વીડિયોને લઈ તારા અને વીર કોઈ પ્રતિક્રિયા આપે છે કે નહીં.
