તિરુવંતપુરમ,
ભારે વરસાદના કારણે કેરળ છેલ્લા ૧૦૦ વર્ષના ઈતિહાસમાં સૌથી ભયાનક પૂરથી ઝઝૂમી રહ્યું છે. કુદરતના કહેરનો માર જીલી રહેલા કેરળમાં અત્યારસુધીમાં ૪૦૦થી વધુ લોકોના મોત નીપજી ચુક્યા છે, તો ચારે બાજુ નોધપાત્ર નુક્શાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આંકલનમાં રાજ્યમાં ૨૦,૦૦૦ હજાર કરોડ રૂપિયાથી પણ વધુ નુકશાન થયું હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ વચ્ચે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા કેરળમાં આવેલા પુરની હાલની બે તસ્વીરો જાહેર કરવામાં આવી છે.
Dozens of villages in #Kerala are grappling with catastrophic floods after heavy monsoon rains and dam releases in August. https://t.co/cu9xSZhVer #India #Sentinel2 #Landsat #KeralaFloods pic.twitter.com/fbS3UTBDxN
— NASA Earth (@NASAEarth) August 25, 2018
નાસા (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન) દ્વારા જાહેર કરવામાં આવેલી આ બે તસવીરોમાં એક કેરળમાં આવેલા હાલના પુરની અને બીજી આ પહેલાની છે.
નાસાએ જે બે તસ્વીરો જાહેર કરી છે એમાં એક ૬ ફેબ્રુઆરી અને બીજી ૨૨ ઓગષ્ટની છે. આ તસ્વીરોની તુલના કરતા તમે જોઈ શકો છો કે કેરળમાં કુદરતે કયા પ્રકારે કહેર મચાવ્યો છે અને કેટલું નુકશાન થયું છે.
નાસા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે, “કેરળમાં ઘણા ગામો ભારે વરસાદ અને ઓગષ્ટમાં ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે આવેલી વિનાશકારી પૂરથી ઝઝૂમી રહ્યા છે”.
સ્ટેટ કંટ્રોલ ડિજાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, કેરળમાં ૨૯ મેથી રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને પુરના કારણે અત્યારસુધીમાં ૪૭૪ લોકોના મોત નીપજી ચુક્યા છે, તો ૩.૪૨ લાખ લોકો હજી પ રાહત શિબિરોમાં આશરો લઇ રહ્યા છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવ્યા મુજબ, રાજ્યમાં અત્યારસુધીમાં ચાર લાખ પક્ષીઓ અંને ૨૨ હજારથી વધુ નાના અને મોટા પશુઓને દફનાવવામાં આવ્યા છે.
૬ ફેબ્રુઆરીની તસ્વીર :

૨૨ ઓગષ્ટની તસ્વીર :

