Not Set/ કેરળમાં પુત્રી સાથે રેપના આરોપીએ કાપ્યું પોતાનું લિંગ …

કોચીના ઈદૂક્કી સ્થિત પિરમાડે સબ-જેલમાં પોતાની જ પુત્રી સાથે રેપના આરોપીએ પોતાનું લિંગ કાપી નાખ્યું હતું. 42 વર્ષના વેનદીપેરિયારે જેલ ઓથોરિટી દ્વારા દાઢી બનાવવા માટે આપવામાં આવેલી બ્લેડથી પોતાનું પેનીસ કાપી નાખ્યું. ઘટનાની જાણકારી મળતા જ એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેલ અધિકારીઓએ જણાવ્યું કે, હાલ એમની હાલત સ્થિર છે. ડોક્ટરોએ લિંગનો કપાયેલો હિસ્સો જોડી […]

Top Stories India

કોચીના ઈદૂક્કી સ્થિત પિરમાડે સબ-જેલમાં પોતાની જ પુત્રી સાથે રેપના આરોપીએ પોતાનું લિંગ કાપી નાખ્યું હતું. 42 વર્ષના વેનદીપેરિયારે જેલ ઓથોરિટી દ્વારા દાઢી બનાવવા માટે આપવામાં આવેલી બ્લેડથી પોતાનું પેનીસ કાપી નાખ્યું.

ઘટનાની જાણકારી મળતા જ એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેલ અધિકારીઓએ જણાવ્યું કે, હાલ એમની હાલત સ્થિર છે. ડોક્ટરોએ લિંગનો કપાયેલો હિસ્સો જોડી દીધો છે. હવે એમની હાલત ખતરાથી બહાર છે.

જેલના નિયમો મુજબ, દર મંગળવારે કેદીઓને દાઢી બનાવવા માટે રેઝર અને બ્લેડ આપવામાં આવે છે. આરોપી પર ચાર મહિના પહેલા પોતાની જ પુત્રી પર રેપનો આરોપ લાગ્યો હતો.

જોકે, કોર્ટે એમને જામીન આપ્યા હતા, પરંતુ જામીનની શરતો પુરી કરવા માટે એમની મદદ કરવા કોઈ તૈયાર નહતું. જેલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું કે, આરોપીનો દાવો હતો કે તેણે આ અપરાધ નથી કર્યો.