Operation Sindoor Martyrdom Updates: ભારત સરકારે ઐતિહાસિક અને અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેતા ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) દરમિયાન શહીદ થયેલા 6 ભારતીય સૈનિકોના નામ સત્તાવાર રીતે જાહેર કર્યા છે. પહેલગામ આતંકી હુમલા બાદ મે 2025માં હાથ ધરવામાં આવેલા આ સફળ સૈન્ય અભિયાનમાં દેશના જે બહાદુર જવાનોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું, તેમના નામ હવે નવી દિલ્હીમાં આવેલા નેશનલ વોર મેમોરિયલના ‘રોલ ઓફ ઓનર’ અને ‘વોલ 3D’ પર ગૌરવભેર અંકિત કરવામાં આવ્યા છે.
Operation Sindoor માં દેશના આ 6 વીર સપૂતોએ આપ્યું બલિદાન
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ શહીદ થયેલા જવાનોમાં:
સૂબેદાર મેજર પવન કુમાર: હેડક્વાર્ટર 10 ઇન્ફેન્ટ્રી બ્રિગેડ
રાઇફલમેન સુનીલ કુમાર: 4 જમ્મુ-કાશ્મીર લાઇટ ઇન્ફેન્ટ્રી (વીર ચક્રથી સન્માનિત)
લાન્સ નાયક દિનેશ કુમાર: 5 ફિલ્ડ રેજિમેન્ટ
મૂડ મુરલીનાઈક: 851 લાઈટ રેજિમેન્ટ (એવિએશન ટેકનિશિયન)
હવાલદાર સુનીલ કુમાર સિંહ: 237 ફિલ્ડ વર્કશોપ કંપની
સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર: 39 વિંગ (વાયુ સેના મેડલથી સન્માનિત)
ઓપરેશન સિંદૂર: એક ઐતિહાસિક સૈન્ય અભિયાન
7 મે 2025ના રોજ શરૂ થયેલું ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) એ 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા દર્દનાક આતંકી હુમલાનો વળતો જવાબ હતો, જેમાં 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. ભારતીય સેના અને વાયુ સેનાએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને પાકિસ્તાન અને પીઓકે (PoK) માં રહેલા આતંકીઓના 9 મુખ્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. 10 મેના રોજ બંને દેશોના DGMO સ્તરની વાતચીત બાદ આ સંઘર્ષ પર વિરામ મુકાયો હતો.
સત્તાવાર પુષ્ટિ અને મેમોરિયલનું મહત્વ
મે 2025ના સંઘર્ષ બાદ અનેક અટકળો હતી, પરંતુ નેશનલ વોર મેમોરિયલ પર આ નામોનું અંકન એ આ શહીદોની શહાદતની પહેલી સત્તાવાર પુષ્ટિ છે. આ જાહેરાત સ્પષ્ટ કરે છે કે ઓપરેશન સિંદૂર(Operation Sindoor) એ આર્મી અને એરફોર્સનું એક સયુંક્ત અને મજબૂત અભિયાન હતું. 2019માં સ્થાપિત નેશનલ વોર મેમોરિયલમાં હવે આ 6 વીર જવાનોના નામ હંમેશ માટે અમર થઈ ગયા છે, જે દેશની સુરક્ષા માટે તેમના અવિરત બલિદાનની સાક્ષી પૂરશે.
આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર દરમિયાન જે જેટનો ઉપયોગ થયો હતો તેમાં ઉડાન ઉડાન રાષ્ટ્રપતિ મુર્મુ
આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર બાદ ચીને ભારતીય વિમાન વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવી, US રિપોર્ટમાં મોટો ખુલાસો
આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને કેટલું નુકસાન થયું? વાયુસેના દ્વારા થયા મોટા 10 ખુલાસા
