Surat News : શહેરના ડિંડોલી વિસ્તારમાં બજરંગ દળના એક કાર્યકર (Bajrang Dal Worker) પર જીવલેણ હુમલા (Attack)ની ઘટના સામે આવી છે. અજાણ્યા હુમલાખોરોએ યુવક પર ચપ્પુ વડે હુમલો કરી પીઠના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે હુમલાખોરોની ઓળખ કરવા તપાસ શરૂ કરી છે. હુમલા (Attack)નું કારણ શું હતું અને તેમાં કેટલા લોકો સામેલ હતા તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી.
પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીઓને ઝડપવા માટે શોધખોળ તેજ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ હુમલાનું ચોક્કસ કારણ સામે આવશે.
