Surat News/ સુરતના વેસુમાં મધ્યરાત્રે ક્રિકેટ રમતા યુવકો પર ચપ્પુ-કુહાડીથી જીવલેણ હુમલો

સુરતના વેસુ વિસ્તારમાં મધ્યરાત્રે યુવકો પર ચપ્પુ અને હથિયારો સાથે હુમલો (Knife Attack). ગંભીર રીતે ઘાયલ યુવકની સર્જરી, આરોપીઓ ફરાર.

Top Stories Gujarat Surat Breaking News
Knife Attack

Surat News:સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગર-1 એસ.એમ.સી. આવાસમાં મધ્યરાત્રિએ નિર્દોષ યુવકો પર ચપ્પુ અને હથિયારોથી જીવલેણ હુમલો (Knife Attack) કરવામાં આવ્યો છે.આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ છવાઈ ગયો છે.ગત 28 એપ્રિલની મધ્યરાત્રિના આશરે 12:30 વાગ્યે આ ભયાનક ઘટના બની હતી. 24 વર્ષીય શની ધર્માભાઈ ગૌસ્વામી અને તેમના 19 વર્ષીય નાના ભાઈ બોબી ગૌસ્વામી તેમના આવાસની બહાર મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે એસ.ડી. જૈન કોલેજ તરફથી મોપેડ અને બાઇક પર સશસ્ત્ર ટોળકી અચાનક ધસી આવી હતી.

હુમલાખોરોએ ‘સુલતાન’ નામના એક વ્યક્તિને શોધવાના બહાને સ્થાનિક યુવકો સાથે વાતચીત શરૂ કરી અને અચાનક દાદાગીરી શરૂ કરી દીધી. વાત વધુ વણસતાં તેઓએ આતંક મચાવી દીધો અને ચપ્પુથી અંધાધૂંધ હુમલો (Knife Attack) કરવા માંડ્યો.બોબી ગૌસ્વામીને આ હુમલામાં  છાતી, પીઠ, પગ અને હાથમાં ગંભીર ઘા વાગ્યા હતા. બચાવ કરવા હાથ આગળ ધરતાં હુમલાખોરે પૂરી તાકાતથી ચપ્પુ માર્યું, જે તેની આંગળીની આરપાર નીકળીને ફસાઈ ગયું હતું.

છરી વડે હુમલો કરતાં (Knife Attack) યુવક ઘાયલ 

શનિ આ જોઈને  તેને બચાવવા દોડી ગયો, તે જ ક્ષણે, ‘પ્રથમ’ નામનો એક વ્યક્તિ  જે હુમલાખોરોની સાથે હતો તેને શનિના પગ પર કુહાડીથી પ્રહાર કર્યો, જેનાથી તેને ગંભીર ઈજા થઈ હતી. બધા યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.હુમલો (Knife Attack) કરનારી ટોળકીમાં અંશ ઉર્ફે બાબુ ઉપાધ્યાય,પંકજ ઉર્ફે પંક્યા સેંદાણે,,આશુ ઉર્ફે ગુલ્લુ બિહારી અને અન્ય સાથીદારો સામેલ હોવાનું જણાયું છે.

આ તમામ આરોપીઓ ‘સુલતાન’ને શોધવાના નામે વિસ્તારમાં દાદાગીરી કરી રહ્યા હતા. ત્યારબાદ, બધા આરોપીઓ તેમના વાહનો છોડીને વિસ્તારમાંથી ભાગી ગયા. ગંભીર રીતે ઘાયલ બોબીને તાત્કાલિક મૈત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ બ્લેડ કાઢવા માટે સર્જરી કરી અને ઊંડા ઘા પર ટાંકો લગાવ્યો હતો. આ ઘટના બાદ શનિ ગોસ્વામી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે, વેસુ પોલીસે તમામ આરોપીઓ સામે ઘાતક હથિયારોથી હુમલો (Knife Attack) કરવા, ગંભીર ઈજા પહોંચાડવા અને જાહેરનામાના ઉલ્લંઘનનો કેસ નોંધ્યો છે. હાલમાં, પોલીસે આરોપીઓને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો:સુરતમાં રાંદેરમાં નજીવી બાબતે જીવલેણ હુમલો, ઇજાગ્રસ્તની સ્થિતિ ગંભીર

આ પણ વાંચો:સુરતમાં લોહિયાળ ખેલ! ‘આજે તો તને પતાવી જ નાખું’ કહી ડોક્ટર સહિત ત્રણ શખ્સોનો યુવક પર હથોડાથી હુમલો

આ પણ વાંચો:સુરતના પાંડેસરામાં અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનું પુનરાવર્તન, ચાર સગીરોનો વિદ્યાર્થી પર જીવલેણ હુમલો