Surat News: સુરતમાં લંપટ સાધુઓને લઈને હરિભક્ત મેદાનમાં ઉતર્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો જ મેદાનમાં ઉતર્યા છે. પાલનપુર પાટિયા મશાલ સર્કલ પાસે વિરોધ કરવામાં આવ્યા હતા. વડતાલના સ્વામિનારાયણ હરિભક્તોએ આ વિરોધ કર્યો છે.
લંપટ સાધુઓનો વિરોધ કરવા માટે હરિભક્ત ગામેગામ ફરવાના છે. તેઓ ગામડેગામડે જઈને આ લંપટ સાધુઓ અંગે સમજાવશે. જાતીય શોષણ કરનારા લંપટ સાધુઓ સામે હવે સંપ્રદાયના જ હરિભક્તોએ લાલ આંખ કરી છે. તેઓનું કહેવું છે કે આ પ્રકારના લંપટ સાધુઓ સંપ્રદાય અને સમાજ બંને માટે ભયજનક છે. તેઓને સંપ્રદાયમાંથી દૂર કરવાની પણ માંગ કરવામાં આવી છે.
હરિભક્તે જણાવ્યું હતું કે એક મહિનાથી અમે આવેદનપત્ર આપીએ છીએ. યૌન શોષણ કરતા લંપટ સાધુ સામે વિરોધ કરી રહ્યાં છીએ. અમારો અવાજ દબાવવા માટે ફરિયાદ કરવામાં આવે છે. સાધુ નૌતમ સ્વામી ,હરિજીવન સ્વામી, દેવ પ્રકાશ સ્વામી ,સંત વલ્લભ સ્વામી ,પીપી સ્વામી જૂનાગઢ ,ભગવત પ્રસાદ ,વિશ્વજીવન સ્વામી ,માધવ પ્રસાદ અંકલેશ્વર ,જેકે સ્વામી, ઘનશ્યામ કંડારી વિરુદ્ધ પ્રચાર કરવામાં આવશે. આવા લંપટ સાધુઓ સમાજ માટે ખતરા રૂપ છે. સાધુને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ કરી રહ્યાં છીએ.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાળકો સહિત મહિલાઓના થઈ રહેલા શોષણની સામે સિધ્ધાંત હિતરક્ષક સમિતિ મેદાને ઉતરી છે. ત્યારે આ સમિતિ દ્વારા સંપ્રદાયમાં પેસી ગયેલા લંપટ સાધુઓને બરતરફ કરવાની માગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ત્યારે સુરતમાં પણ હરિભક્તો રસ્તા પર ઉતરીને હાથમાં પોસ્ટર લઈને પ્રદર્શન કરતાં જોવા મળ્યાં હતાં.
વડતાલ સંપ્રદાયના લંપટ સાધુઓને હટાવવામાં આવે અને જે હરિભક્તો ઉપર ખોટી ફરીયાદ કરવામાં આવી છે તે પરત ખેંચવામાં આવે તેવી માંગ સાથે વડતાલના મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત હરિભક્તો તથા અન્ય સંપ્રદાયના ભકતોએ આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા હરિભક્તોએ લંપટ સાધુને ભગાવો….સંપ્રદાય બચાવો ના નારા લગાવ્યાં હતાં. તેમજ કલેક્ટર કચેરીના પ્રવેશદ્વારે બેસીને સ્વામિનારાયણ ધૂન બોલાવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં વૈભવી ગણાતો પશ્ચિમ વિસ્તાર સામાન્ય વરસાદથી પાણીમાં ગરકાવ
આ પણ વાંચો: આગામી 48 કલાક ગુજરાત માટે ભારે! હવામાન વિભાગનું પૂર્વાનુમાન
આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસ: આરોગ્ય મંત્રી બોલ્યા ગભરાશો નહીં
