Gujarat Weather/ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી,કહ્યું ક્યાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ

હવામાન વિભાગે બે દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં અતિ ભારે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાત……..

Top Stories Gandhinagar Ahmedabad Rajkot Gujarat Surat Vadodara Others Breaking News
WhatsApp Image 2024 07 16 at 8.18.10 AM હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી,કહ્યું ક્યાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ

Gujarat Weather News: ગુજરાતમાં આગામી 48 કલાક સુધી (17 અને 18 જુલાઈ)ના રોજ જોરદાર વરસાદ પડવાની સંભાવના છે. બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉભી થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે બે દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં અતિ ભારે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાત માથે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે તેમ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. એર સાઈક્લોનિક સર્ક્યુલેશન ઓફ શોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાથી સાર્વત્રિક વરસાદની શક્યતા છે.

16 જુલાઈ 2024થી 20 જુલાઈ 2024 સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. બીજી તરફ ગુજરાતના અમુક જિલ્લાઓમાં અતિ તીવ્રતા સાથે 15 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. જેનું મુખ્ય કારણ છે હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે. જેના કારણે મધ્યપ્રદેશ ,મહારાષ્ટ્ર, ગુજરાત અને અરબ સાગરના ઘણા ભાગોમાં સાઇક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે.

દક્ષિણ ગુજરાતના અતિભારે વરસાદને પગલે પૂર આવવાની શક્યતા છે. જેમાં ડાંગ, વલસાડ, આહવા, સુરત, સહિતના દક્ષિણ ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. અમદાવાદના લાંભા, નારોલ, સરખેજમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, હળવદ, ધ્રાંગધ્રા, થાન, ચોટીલા, લીંબડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ રહેશે. આજથી 20 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

ત્યારે  અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ પડશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. માહિતી અનુસાર  ઉત્તર ગુજરાત ,દક્ષિણ ગુજરાતમાં  ભારે વરસાદ ભાવનગર પડશે, તેમજ જામનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છના વિસ્તારોમાં પણ  ભારે વરસાદ પડશે.તથા  19 જુલાઈ પછી વરસાદનું જોર ઘટશે 22 થી 24 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ફરી વરસાદ પડશે તેમજ આગામી 24 જુલાઈ આસપાસ ચોમાસુ ફરી સક્રિય થશે.

રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ગતરોજ રાજ્યના 180થી વધુ તાલુકામાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. 4 જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આણંદ શહેરમાં પણ માત્ર અઢી ઈંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં કેડસમા પાણી જોવા મળ્યા હતા.

7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા 21 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે અને આવતીકાલે વિવિધ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ સાથે આગાહી કરવામાં આવી છે. બાકીના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતાઓને પગલે બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આટલા જિલ્લામાં રેડ એલર્ટ

  • સુરત
  • નર્મદા
  • છોટાઉદેપુર
  • ભરૂચ
  • નવસારી
  • વલસાડ
  • દમણ
  • દાદરા અને નગર હવેલી

વરસાદને પગલે ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

સારા વરસાદને પગલે ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. અંબિકા નદીમાં પાણી આવતા ગીરાધોધ સક્રિય થયો છે. જેનો નયનરમ્ય નજારો પણ સામે આવ્યો છે. ધોધ સક્રિય થતાની સાથે જ પ્રકૃતિ પ્રેમીઓ આ દૃશ્યો નીહાળવા માટે પહોંચ્યા હતા. સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી ત્રણસો ફૂટના વિશાળ પટમાં, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના ‘ધુંઆધાર વોટરફોલ’ની યાદ અપાવી જાય છે.

સવારે 6 થી રાત્રે 8 સુધીમાં આ તાલુકાઓમાં 1 ઈંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
સુરત ઉમરપાડા 13.94
ભરૂચ નેત્રંગ 7.40
નર્મદા ગરુડેશ્વર 5.71
નર્મદા નાંદોદ 5.12
નર્મદા તિલકવાડા 4.17
સાબરકાંઠા વિજયનગર 3.27
પંચમહાલ ગોધરા 2.91
વડોદરા સિનોર 2.56
પાટણ રાધનપુર 2.52
આણંદ આણંદ 2.48
અરવલ્લી ભિલોડા 2.36
આણંદ તારાપુર 2.20
સાબરકાંઠા હિમતનગર 2.13
સુરેન્દ્રનગર લખતર 2.09
મહેસાણા બેચરાજી 1.81
અરવલ્લી મેઘરાજ 1.81
મહેસાણા મહેસાણા 1.77
વડોદરા કરજણ 1.77
અમદાવાદ અમદાવાદ શહેર 1.73
સુરેન્દ્રનગર લીંબડી 1.61
આણંદ ખંભાત 1.61
મહીસાગર સંતરામપુર 1.61
અમરેલી સાવર કુંડલા 1.57
સાબરકાંઠા ઇડર 1.54
પાટણ હારીજ 1.50
સુરેન્દ્રનગર વઢવાણ 1.50
ખેડા ગલતેશ્વર 1.46
વડોદરા ડભોઇ 1.46
આણંદ પેટલાદ 1.42
ખેડા વસો 1.42
કચ્છ ભુજ 1.34
વડોદરા સાવલી 1.30
ખેડા મહેમદાવાદ 1.26
દાહોદ સંજેલી 1.26
અમદાવાદ બાવળા 1.22
ભાવનગર તળાજા 1.14
વડોદરા વાઘોડિયા 1.14
પાટણ સિદ્ધપુર 1.10
ખેડા નડિયાદ 1.10
પંચમહાલ મોરવા (હડફ) 1.10
મહીસાગર ખાનપુર 1.10

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા બાદ પહેલીવાર હાર્દિક પંડ્યા વડોદરા પહોંચ્યો

આ પણ વાંચો: ઉત્તર ગુજરાતની ગ્રાન્ટ એઇડ સ્કૂલો-કોલેજોમાં વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ

આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસ: આરોગ્ય મંત્રી બોલ્યા ગભરાશો નહીં