Patan News: રાજ્યની શાળા અને કોલેજોમાં વર્ષોથી વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. આ જગ્યાઓ ભરવા માટે ક્રીડા ભારતીના હોદ્દેદારોએ માંગ કરી છે. આ માટે તેઓએ સીએમ ભૂપેન્દ્ર પટેલને રૂબરી મળી રજૂઆત કરી હતી.
રાજ્યના રમતગમતના ખેલાડીઓ રમતના મોરચે ભારતમાં અને ગુજરાતના ખેલાડીઓ વિશ્વ કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિશેષ પોલિસી અને યોજનાઓ અમલમાં મૂકી તાલીમ અને સ્પર્ધાઓ થઈ શકે માટે ભવ્ય અને સુવિધાઓ યુક્ત રમત સંકુલોનું નિર્માણ થઈ રહ્યું છે પરંતુ બીજી તરફ રમતનો પાયો સીંચનાર વ્યાયામ શિક્ષકોની શાળા અને કોલેજોમાં છેલ્લા એક દોઢ દાયકાથી ભરતી પ્રક્રિયા થઈ નથી.
રમત ગમતના ખેલાડીઓની રમત યાત્રા વિશ્વકક્ષા સુધી નિરંતર ચાલતી રહે અને આવનારી નવી પેઢી રમતમાં પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે અને આજનો યુવા મેદાનમાં રમતો થાય તે માટે ભરતી થવી ખાસ અપેક્ષિત છે. ઓલિમ્પિક 2036 જે ભારતમાં થનાર છે. તેમાં આપણા ભારતના અને વિશેષ ગુજરાતના રમતવીરો ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે.
આ અંગે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેલાડીઓ રમત ગમત ક્ષેત્રે ઉજ્જવળ કાર કીર્તિ બનાવી વિશ્વ કક્ષાએ નામના મેળવે માટે સત્વરે શાળા કોલેજોમાં ખાલી પડેલી વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા કરવા માટેની માંગ સાથે ક્રીડા ભારતી સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂમાં મળી આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ
આ પણ વાંચો: Gujarat Rain Live 15 July: ગુજરાતમાં આજે કેવો અને કેટલો રહેશે વરસાદ…..
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના જન્મદિવસે ત્રિમંદિરે દર્શન કરી રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના
આ પણ વાંચો: ગુજરાતમાં પરિવર્તન માટે કમર કસતી કોંગ્રેસ
