Gandhinagar/ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના જન્મદિવસે ત્રિમંદિરે દર્શન કરી રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મ દિવસ અવસરે વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે………..

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મ દિવસ અવસરે વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો.

મુખ્યમંત્રીએ ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાન, પૂજ્ય નીરૂમાંની સમાધિ પર શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવી દેવતાઓના દર્શન તેમજ શિવ મંદિરમાં જલાભિષેક કર્યો હતો. મુખ્યમંત્રીએ જન્મ દિવસ અવસરે રાજ્યના સૌના સ્વાસ્થ્ય સુખાકારી સમૃદ્ધિ અને સમગ્ર રાજ્યના સમગ્રતયા અવિરત વિકાસ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું ઉષ્માપૂર્ણ અભિવાદન પણ ઝીલ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી,  ગૃહમંત્રી અમિત શાહ તથા કેન્‍દ્રીય મંત્રીશ્રીઓ અને વિવિધ રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ સહિત અનેક મહાનુભાવોની શુભકામનાઓનો અવિરત પ્રવાહ વહ્યો છે.

પીએમ નરેન્‍દ્રભાઈ મોદીએ આજે સવારે સૌ પ્રથમ મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છાઓ પાઠવી છે. ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાતમાં યુવા સશક્તિકરણ અને સર્વગ્રાહી વિકાસની ગતિને જે વેગ મળી રહ્યો છે તેની વડાપ્રધાનશ્રીએ પ્રશંસા કરી હતી.  ગુજરાતના લોકોની સેવામાં ભૂપેન્‍દ્ર પટેલના સ્વાસ્થ્યપ્રદ અને દીર્ધાયુ જીવન માટે પણ વડાપ્રધાનશ્રીએ શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

કેન્‍દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે પણ મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવામાં મુખ્યમંત્રીશ્રીના યોગદાનને બિરદાવ્યું છે.

કેન્‍દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ પણ મુખ્યમંત્રીશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માજી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી  ડૉ. મોહન યાદવ તેમજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવતાં શ્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ઉન્નતિ અને સમૃદ્ધિના નવા આયામો સર કરે તેવી શુભકામનાઓ આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાતા 6 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારે વરસાદ, કયા જીલ્લાઓમાં કરાઈ છે વરસાદની આગાહી!

આ પણ વાંચો: બે બાળકની અન્નનળી અને શ્વાસનલીમાં ફસાયેલું બીજ કરાયું દૂર