Gandhinagar News/ ગુજરાતમાં પરિવર્તન માટે કમર કસતી કોંગ્રેસ

ગુજરાતમાં કોંગ્રેસે સત્તા પરિવર્તન માટે કમર કસી લીધી છે. આગામી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓને ઓપ આપવા ગુજરાત કોંગ્રેસ તેના માળખામાં ધરમૂળથી ફેરફાર કરી શકે છે. આના પગલે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પરિવર્તન કરવા માટે ગુજરાતનો હવાલો કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને સોંપે તેવી પૂરેપૂરી સંભાવના છે.

Gujarat Gandhinagar Top Stories Ahmedabad Breaking News

Gandhinagar News: ગુજરાતમાં કોંગ્રેસે સત્તા પરિવર્તન માટે કમર કસી લીધી છે. આગામી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓને ઓપ આપવા ગુજરાત કોંગ્રેસ તેના માળખામાં ધરમૂળથી ફેરફાર કરી શકે છે. આના પગલે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પરિવર્તન કરવા માટે ગુજરાતનો હવાલો કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને સોંપે તેવી પૂરેપૂરી સંભાવના છે.

ગુજરાત લોકસભાની ચૂટણીમાં પ્રદેશ પ્રમુખ શકિતસિહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાસનિકની આગેવાનીમાં કોંગ્રેસ એક બેઠક તો જીતી પણ આ સાથે ભાજપને પણ 5 લાખની લીડથી વંચિત રાખવામાં સફળ રહી હતી. આ પછી ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી પણ જીતી શકાય છે તેવા વિશ્વાસનો સંચાર કોંગ્રેસમાં થયો છે.

આવા સંજોગોમાં વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળમાંથી ફેરફાર કરવા માટે રાષ્ટ્રીય કોંગ્રેસ આગળ વધી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલે હવે ગુજરાતમાંથી મુકત કરવાની ઇચ્છા વ્યકત કરી છે.આથી તેમને ગુજરાતને બદલે હરિયાણાના પ્રભારી બનાવાય તેવી શકયતા છે. હરિયાણા કોંગ્રેસે શકિતસિંહ ગોહિલની પ્રભારી તરીકેની માગ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે શકિતસિંહ ગોહિલે કહ્યું હતું કે, મારી ઇચ્છા ચાલતી નથી, હું પાર્ટીનો સૈનિક છું.અગાઉ મને બિહારના પ્રભારી બનાવ્યો હતો, સાથે દિલ્હીનો પણ પ્રભારી બનાવ્યો તો તે જવાબદારી પણ મે સ્વીકારી હતી. આ પછી ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે આવવાની મને ઇચ્છા ન હતી, છતા પાર્ટીએ કહ્યું એટલે હું આવ્યો, પાર્ટીનો સૈનિક છું,પાર્ટી જે આદેશ આપશે તે નીભાવીશ તેમ ગોહિલે અંતમાં કહ્યું હતું. તેમણે ગુજરાતમાંથી મુકત થવા બાબતે કોઇ સ્પષ્ટ ઉત્તર આપ્યો ન હતો,પણ અગાઉ પણ તેમણે પોતે ગુજરાતના હોવાથી ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે જવાની અનિચ્છા વ્યકત કરી હતી.

પ્રદેશ કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં ભાજપની 26 બેઠકોમાંથી 26 બેઠકની હેટ્રિકને રોકી છે ત્યારે ગુજરાતમાં સત્તા પરિવર્તન થઇ શકે છે તેવો વિશ્વાસ કોંગ્રેસને આવી ગયો છે. આથી રાહુલ ગાંધીએ પણ સાંસદમાં અને પછી ગુજરાતમાં પણ કહ્યું હતું કે, 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસ ગઠબંધન ગુજરાતમાં ભાજપને હરાવશે. આ માનસિકતા સાથે જ કોંગ્રેસ ગુજરાતમા મોટાપાયે ફેરફાર લાવી રહીં છે તેમ કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં વિદ્યાર્થીઓને નમાજ પઢાવાતા ખળભળાટ, મહંત જ્યોતિર્નાથનું નિવેદન આવ્યુ સામે

આ પણ વાંચો: ચોમાસાની ઋતુમાં લાલબત્તી સમાન કિસ્સો! સાપ કરડવાથી 7 વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો: વલસાડમાં જોવા મળ્યા નદી-નાળાઓના તોફાની સ્વરૂપ

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના, 3 મજૂરના મોત